વિકાસના 42 કામો મંજુર:પોરબંદર શહેરમાં વિકાસના 42 કામો મંજુર થયા

પોરબંદર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર પાલિકા ખાતે સામાન્ય સભાની બેઠક35 મિનીટ મોડી શરૂ થઈ

પોરબંદર છાયા પાલિકાની જનરલ બોર્ડની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં વિવિધ વિકાસના કામોને મંજૂરીની મહોર લાગી છે. આખરે પેરેડાઈઝ માર્કેટ દુકાનોના ભાડામાં ઘટાડો કરવા દરખાસ્ત કરાશે તેવું જણાવ્યું હતું. ડ્રીમલેન, સિટી સિવીક સેન્ટર, સ્ટ્રીટ લાઈટ, નવા મોબાઈલ ટોઇલેટ યુનિટ સહિત કામગીરી માટે બહાલી આપવામાં આવી છે.

પોરબંદર છાયા પાલિકાની જનરલ બોર્ડની સામાન્ય સભા પાલિકા કચેરીમાં સભાખંડમાં રાખવામાં આવી હતી જેમાં પાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયાના અધ્યક્ષ સ્થાને, ચીફ ઓફિસરની ઉપસ્થિતિ વચ્ચે શૈલેષભાઈ જોશી દ્વારા એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. 42 જેટલા એજન્ડાને મજૂરી મળી છે. બેઠકમાં 12 વાગ્યાના બદલે 12:35 કલાકે શરૂ થતા બેઠકમાં હોદેદારોએ સમયસર પહોંચી જવા જણાવ્યું હતું. સામાન્ય સભામાં અગાઉ સભામાં થયેલ ત્રિમાસિક હિશાબને બહાલી આપવામાં આવી હતી. પક્ષી અભયારણ્ય થી પટેલ સમાજ સુધીના રસ્તા પર સ્ટ્રીટ લાઈટો તથા વોકીંગ પ્લાઝમા હાઈમસ્ટ ટાવર મૂકવા અંગે દરખાસ્ત અંગે બહાલી મળી હતી.

હાલ મોબાઈલ ટોઇલેટ યુનિટો જૂના હોય અને તેની સેપ્ટિક ટેન્ક તથા પાણીની ટેન્ક તૂટી ગયેલ હોય આથી નવા મોબાઈલ ટોઇલેટ યુનિટ 4 ખરીદવામાં આવશે. પાલિકાના મહેકમ સામે 384 જગ્યા ખાલી છે અને છાયા વિસ્તાર મર્જ થતા ભરતી બઢતી સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત પેરેડાઈઝ પાસે માર્કેટમાં દુકાનો બનાવેલ છે આ દુકાનોનું ભાડું વધુ હોય અને 9 વર્ષના કરાર હોય જેથી કોઈ વેપારી આગળ આવતા નથી આથી ભાડા કરાર વધારવા તથા દુકાનનું ભાડું ઘટાડવા અંગે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે તેવા ઠરાવને મંજૂરી મળી છે.

શહેરીજનોની સુવિધા માટે સિટી સીવિક સેન્ટર સ્થાપના કરવાનું મંજૂર કરવામાં આવેલ જેમાં ધરમપુર પંચાયત વાળુ બિલ્ડિંગમાં સિટી સિવિક સેન્ટર બનાવવા બહાલી અપાઈ છે. સિટી બસ સંચાલન માટે પ્રતિકીમી રૂ. 25.50 પાલીકાના સ્વ ભંડોળ માંથી ચૂકવવાના થતા હોય ત્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 25 લાખ મંજૂર કરવાના નિર્ણયને બહાલી અપાઈ હતી, ઉપરાંત વોર્ડ નં. 5માં સોઢાણા બાલ મંદિર માં હાલ આંગણવાડી ચાલુ હોય જે બિલ્ડિંગ જંજરિત થતા પાડીને નવું બનાવી ફરિયામાં બ્લોક તથા બાળકો માટે રમકડાં નાખવાની માંગણીના ઠરાવને મંજૂરી મળી હતી.

કડિયાપ્લોટ ફાટક દિવસમાં 20 વખત બંધ થાય છે ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે જેથી અંડર બ્રિજ કે ઓવર બ્રિજ જગ્યાના અભાવે બની શકે તેમ ન હોય આથી જયુબેલી પુલથી કડિયાપ્લોટ મિલપરા આવરી લઈ નરસંગ ટેકરી સુધી ડ્રીમલેન બનાવવા ના ઠરાવને મંજૂરી મળી છે. આમ 42 જેટલા એજન્ડા રજૂ કરવામાં આવતા બહાલી આપવામાં આવી છે.

ભૂંડ પકડવાનો કોન્ટ્રાક્ટ રદ થયો
સામાન્ય સભામાં જણાવ્યું હતુંકે, શહેરમાં ભૂંડ પકડવા માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ આપેલ છે પરંતુ એનિમલ વેલ્ફેર બોર્ડ ગુજરાત સરકારના પત્ર મુજબ આક્ષેપો સાથે ગંભીર ફરિયાદો, આધાર પુરાવા સાથે રજૂ કરી પાલિકા દ્વારા કાયદાનો ભંગ થતો હોવાનું જાણવા મળતા ભૂંડ પકડવાનો કોન્ટ્રાક્ટ રદ કરવાના નિર્ણયને બહાલી આપવામાં આવી છે.

વિપક્ષે વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત
સામાન્ય સભામાં વિપક્ષના સભ્ય ફારૂકભાઈ સૂર્યાએ જણાવ્યું હતુંકે, પ્રવાસનને વેગ મળે તેવા કાર્યો કરવાની જરૂર છે. શહેરમાં પ્રવાસીઓને રાત્રિના ભોજન માટે દુકાનો ખુલ્લી રહેતી નથી અને ઉતારા માટે વ્યવસ્થા નથી જેથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેમજ પાલિકા ખાતે કોન્ટ્રાક્ટ ધોરણે ફરજ બજાવતા સફાઈ કર્મીઓને કાયમી નિમણુંક આપવામાં આવે ઉપરાંત વીરડી પ્લોટ, નગીનદાસ મોદી પ્લોટ સહિતના વિસ્તારમાં જ્યા રસ્તા અને બ્લોક પાથરવાની કામગીરી બાકી છે.

તે વહેલી તકે શરૂ કરવામાં આવે તેમજ જૂની આશાપુરા આઈસ ફેકટરી પાસે જર્જરિત શૌચાલય આવેલ છે જ્યા લોકો ઉપિયોગ કરી શકતા નથી ત્યાં રીનોવેશન કરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...