સહાય:416 ખેડૂતોને ટ્રેકટરની ખરીદીમાં રૂ. 1.93 કરોડની સહાય અપાઇ

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેડૂતોને વિવિધ ઘટકોમાં કરોડો રૂપિયાની સહાય અપાઇ

સરકાર દ્વારા ખેડૂતોની વિવિધ વિભાગમાં સહાય આપવા માટેની અનેક યોજનાઓ હાલ અમલી છે. રાજય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ટ્રેકટર તથા અન્ય ખેત ઓજારો લેવા માટે રૂ. 1.93 કરોડની સહાય આપવામાં આવી છે.આઇ-ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને રાજય સરકાર દ્વારા વિવિધ સહાય આપવામાં આવે છે. જેમાં પોરબંદર જીલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ ઘટકોમાં લાખો રૂપિયાની સહાયનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો છે.

વોકર વેરીંગ પાઇપ લાઇન, કલ્ટીવેટર ઓજારો, ગ્રાઉન્ડ નટ ડિગર, સાફ કટ્ટર, પાવર કીલર ઓપરેટેડ, ટ્રેકટર સહિતના વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં ખેડૂતોએ ઓનલાઇન અરજી કર્યા બાદ કેટેગરી મુજબ સહાયનો લાભ આપવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી જગદીશ પરમારના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે 3400 ના લક્ષ્યાંક સામે 39770 અરજીઓ આવેલ હતી.

જેમાં 101 ખેડૂતોને થેસરનો લાભ, 24 ખેડૂતોને 9.70 લાખની રોટા લેટરની સહાય, 11 ખેડૂતોને લેસર લેન્ડ લેવર, 416 ખેડૂતોને ટ્રેકટરની ખરીદીમાં, 253 ખેડૂતોને સ્પ્રે પમ્પની ખરીદીમાં, 122 ખેડૂતોને પાઇપ લાઇનમાં, 645 ખેડૂતોને તાળપત્રીની ખરીદીમાં અને 145 ખેડૂતોને પંપસેટની ખરીદીમાં સહાયનો લાભ આપવામાં આવ્યો છે. ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેડૂતોને વિવિધ ઘટકોમાં કરોડો રૂપિયાની સહાય આપવામાં આવી છે. ચાલુ વર્ષે વરસાદી પ્રકોપ વચ્ચે ખેડૂતો ખેતી કાર્યમાં

અન્ય સમાચારો પણ છે...