તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપીંડી:ફાસ્ટ ટેગના નામે 4000 વધુ બેલેન્સ મળેલ છે કહી લીંક મોકલી 90,000નો સાયબર ફ્રોડ કર્યો

પોરબંદર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો : પોલીસે ભેદ ઉકેલ્યો

પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુનાઓના તાત્કાલીક નીરાકરણ માટે ખાસ સૂચના આપી હતી. જે અનુસંધાને રાણાવડવાળા ગામે રહેતા ભનુભાઇ ચાવડા નામના યુવાન જે ડ્રાઇવીંગ નો ધંધો કરે છે. તેમને તા. 28/2 ના રોજ એક અજાણી વ્યક્તિનો ફોન આવેલો અને તેમેને ફાસ્ટ ટેગ પર રૂ. 4000.નુ વધારા નુ બેલેન્સ મળેલ છે તેમ કહી વિશ્વાસમાં લઈ તેમના ફોન પર એક એપ લીંક મોકલી હતી જે ક્લિક કરતા રૂ. 4000 ખાતા મા જમા થઇ જશે તેવુ કહેવામા આવ્યુ હતુ પરંતુ ભનુભાઈના ખાતા માથી રૂ. 15000 કપાઇ ગયા હતા. ત્યાર બાદ ભનુભાઇએ ફોન કરી કપાયેલા પૈસા અંગે પુછતા, ચાલુ ફોન પર આરોપી દ્વાા કહ્યા મુજબ કરતા ફરી થી રૂ. 75,000 આરોપી દ્વારા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા.

આમ યુવાન સાથેકુલ રૂ. 90,000ની છેતરપીંડી થઇ હતી. જેથી આ યુવાને પોરબંદર પોલીસનો સંપર્ક કરતા નાયબ પોલીસ અધિક્ષક શહેર જે.સી. કોઠીયા અને પી.આઇ પી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ સુભાષ ઓડેદરા અને તેમની ટીમ દ્વારા યોગ્ય અને જરૂરી કાર્યવાહી કરતા ભનુભાઈ ના પુરેપુરા રૂપિયા 90,000 તેમના ખાતા મા પરત મેળવી આપ્યા હતા.

જનતાને પોલીસની અપીલ
પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઇ પણ અજાણ્યા વ્યક્તિના ફોન પર થી કોઇ પણ લાલચ આપી લીંક મોકલે તો આવી લીંક ક્લિક કરવી નહી તેમજ આવુ કોઇ વધારાનુ બેલેન્સ મળવુ કે લોટરી જીત્યા છો કે લોન આપવા ના નામ પર ફોન કોલ આવે તો પહેલા ચકાસી લેવુ તેમજ કોઇ વીગતો આપવી નહી. સાયબર ફ્રોડનો ભોગ બનનારે પોલીસ સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...