તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષારોપણ:પોરબંદરના વૃજભૂમિ પાર્કમાં 40 વૃક્ષોનું રોપણ કરાયું

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વૃજ ભૂમિ પાર્કમાં સ્થાનિક લોકો દ્વારા 40 વૃક્ષોનું રોપણ કર્યું હતું. - Divya Bhaskar
વૃજ ભૂમિ પાર્કમાં સ્થાનિક લોકો દ્વારા 40 વૃક્ષોનું રોપણ કર્યું હતું.
  • પોરબંદરમાં વૃક્ષોનું કાયમી જતન થાય તે માટે પાંજરા અને પાણીની વ્યવસ્થા કરી

પોરબંદરની વૃજભૂમિ પાર્કમાં સ્થાનિકોએ 40 વૃક્ષોનું રોપણ કરી આ વૃક્ષોનું કાયમી જતન થાય તે માટે પાંજરા અને પાણીની વ્યવસ્થા કરી છે.

પોરબંદરમાં વૃજભૂમિ પાર્ક ખાતે અહીંના સ્થાનિકોએ વૃક્ષારોપણ કર્યું છે. આ પાર્કમાં પોલીસ, ફોરેસ્ટ, રેવન્યુ, કસ્ટમ, રેલવે કર્મી, ખાનગી વ્યાવસાયિકોએ એકમતતા દાખવી આ પાર્કમાં રહેતા વનવિભાગના કર્મી આર.બી. મોઢવાડીયા સહિતના તમામ સ્થાનિકોએ આર્થિક સહયોગ અને શ્રમદાન આપી ફળફળાદી અને છાંયણા વૃક્ષોની પસંદગી કરી હતી.

તેમજ પક્ષીઓ વૃક્ષોમાં માળાઓ બાંધી રહી શકે અને પાર્કમાં પ્રકૃતિ ખીલી ઉઠે તે હેતુથી પારસજાંબુ, લાલ અને સફેદ જાબું, રાવણો, જામફડી, સિતાફળી, સેતુર, કદમ, શિષમ, બોરસરી સહિતના 40 જેટલા વૃક્ષો વાવ્યા છે અને આ વૃક્ષો કાયમી માટે રહે અને જતન થાય તે માટે સ્થાનિકોએ વૃક્ષો ફરતે પાંજરા અને પાણીની વ્યવસ્થા કરી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે દરેક સોસાયટીમા પાંજરા સાથે પાણીની વ્યવસ્થા સાથે સ્થાનિકોએ વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરવું જોઈએ જેથી પોરબંદર સાચા અર્થમાં ગ્રીન સીટી બને.

અન્ય સમાચારો પણ છે...