તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબુ:પોરબંદરમાં 40 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ

પોરબંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરની બન્ને કોવિડ અને 8 ખાનગી હોસ્પિટલમાં કુલ 424 દર્દીઓ દાખલ
  • તમામ કોવિડ હોસ્પિટલનાં બેડ ફૂલ, નવા દર્દીઓ વેઇટીંગ પર
  • 8 વર્ષથી 81 વર્ષના વ્યક્તિનો સમાવેશ, 39 દર્દી ડિસ્ચાર્જ થયા, 199 કેસ એક્ટિવ, 2ના મોત થયાં
  • સારા સમાચાર : લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીના મોતની સંખ્યામાં ઘટાડો
  • મોટાભાગના દર્દી ઓક્સિજન પર

પોરબંદરની બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીના મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 2 દર્દીના મોત થયા છે. બન્ને કોવિડ અને 8 ખાનગી હોસ્પિટલમાં કુલ 424 દર્દીઓ દાખલ છે. મોટાભાગના દર્દી ઓક્સિજન પર છે. પોરબંદરમાં 24 કલાકમાં 40 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 39 દર્દી ડિસ્ચાર્જ થયા છે.જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી છે. બીજી તરફ જે દર્દીઓનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવેલ હોય પરંતુ સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવેલ હોય તેવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

જેના કારણે બન્ને કોવિડ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. હોસ્પિટલોમાં બેડ દર્દીઓથી ભરાઈ ગયા છે. બન્ને કોવિડ હોસ્પિટલ તેમજ 8 ખાનગી હોસ્પિટલ ખાતે 424 દર્દીઓ દાખલ છે અને મોટાભાગના દર્દીઓ ઓક્સિજન પર છે. બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા દર્દીઓના મોતની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 2 દર્દીના મૃત્યુ થયા છે. હાલ બન્ને કોવિડ હોસ્પિટલ અને શહેરની 8 હોસ્પિટલ ખાતે તમામ બેડ દર્દીઓથી ભરેલા છે.

જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં અને કોવિડ હોસ્પિટલ ખાતે નવા દર્દીને વેઇટિંગ પર રહેવું પડી રહ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 604 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 40 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 8 વર્ષની બાળકી, 16 વર્ષના કિશોરનો સમાવેશ થયો છે

ઉપરાંત પોરબંદરના છાયા, કમલાબાગ, જુરીબાગ, ખારવાવાડ, કડીયાપ્લોટ, ખાપટ, વનાણા, કોરીવાડ, ગોપનાથ શેરી, ભાટિયા બજાર, રાજીવનગર, ધરમપુર, પટેલ કોલોની સહિતના વિસ્તારો માંથી તેમજ રાણાવાવ, દેગામ, અમરદળ, સિસલી, પીપળીયા, નવીબંદર, ભોદ ગામ માંથી 81 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે.

આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 1833એ પહોંચ્યો છે. જ્યારે 39 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 1619એ પહોંચ્યો છે. સારવાર દરમ્યાન કોરોના પોઝિટિવ 2 દર્દીના મોત થયા છે. આમ જિલ્લાનો કોરોના દર્દીના મૃત્યુનો આંકડો 137એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 199 કેસ એક્ટિવ છે. અત્યાર સુધીમાં 143140 કુલ ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...