કાર્યવાહી:માધવપુરના દરિયા કિનારેથી 40 ફૂટ લાંબી વ્હેલ માછલીનો મૃતદેહ તણાઈ આવ્યો

માધવપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોસ્ટ મોર્ટમ બાદ મૃત્યુનું કારણ જાણવા મળશે

પોરબંદરના માધવપુર થી આંત્રોલી વચ્ચેના દરિયાકિનારે વિશાળકાય વ્હેલ માછલીનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. માધવપુર દરિયા કિનારા નજીક સોમવારે 40 ફૂટ લાંબી વેલ માછલીનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. આ ઘટનાની જાણ વન વિભાગને થતાં તેઓ તાત્કાલિક દરિયા કિનારે દોડી ગયા હતા અને પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

વનવિભાગના જણાવ્યા અનુસાર વ્હેલ માછલીનું પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ દરિયા કિનારા નજીક જ રેતીમાં દફનાવી દેવામાં આવશે. પંદર દિવસ પૂર્વે વ્હેલ માછલીનું કુદરતી રીતે મૃત્યુ થયાનું અનુમાન થઈ રહ્યું છે જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...