કાર્યવાહી:દેગામ ગામેથી 4 મહિલા જુગાર રમતી ઝડપાઇ

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં બે સ્થળે જુગાર પર પોલીસનો દરોડો
  • મોચા ગામેથી 4 શખ્સ જુગાર રમતા ઝડપાયા

પોરબંદર તાલુકાના દેગામ ગામે દાહયુંફળિયું પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્ક્સ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ સ્થળે જુગાર રમતી કારીબેન રામા સુંડાવદરા, પુરીબેન અરભમ ઓડેદરા, જીવતીબેન ગાંગા કુછડીયા અને જીવીબેન ભૂરા ઓડેદરાને હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરની રોકડ રકમ રૂ. 4,470નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મોચા ગામે સરકારી દવાખાના પાસે પોલીસે દરોડો પાડી આ સ્થળેથી જાહેરમાં જુગાર રમતા મહેશ ભાણજી ચોચા, બાલુ મોહન મોકરીયા, દેવો ઉર્ફે શ્યામ ભીખા મોકરીયા અને રામ પુંજા કડછાને જુગાર રમતા ઝડપી લઈ કુલ રૂ. 1760 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.