તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કુતિયાણાના માંડવા ગામે ખેતરમાં ચાલતું જુગારધામ ઝડપાયું : 4 શખ્સ ઝબ્બે, 4 ફરાર

પોરબંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાડા ચાર લાખ રૂપિયાથી વધુની મતા જપ્ત કરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી

પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસેના માંડવા ગામની એક વાડીમાં ચાલતા જુગારધામ પરના દરોડો દરમ્યાન જુગાર રમી રહેલા કુલ ૮ શખ્સોમાંથી ૪ ઝડપાઇ ગયા હતા, જ્યારે ૪ શખ્સો નાશી છૂટ્યા હતા અને પોલીસે સ્થળ પરથી કુલ રૂ. સાડા ચાર લાખથી વધુના મુદામાલને જપ્ત કરી કાર્યવાહી કરી હતી.

પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના માંડવા ગામના વાડી વિસ્તારમાં રહેતો લીલા વિરમ વરૂ નામનો શખ્સ પોતાના ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવીને ગંજીપતાના પાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમાડતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વાડી ખાતેની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

અને ત્યાં ઓરડીમાં બેસીને જુગાર રમતા કુલ ૮ શખ્સોમાંથી પરબત હમીર બાકુ-રહે મરમઠ તા.માણાવદર, નારણ વિરાભાઇ જલુ-રહે ઉઢેચ તા.ઉપલેટા, હનિફ હબીબ નાઇ તેમજ અજીત ઓસમાણ નાઇ-રહે બંને કલાણાગામ તા.ધોરાજી નામના ૪ શખ્સોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા,

જ્યારે દરોડો દરમ્યાન પોતાની વાડી ખાતે જુગારનો અખાડો ચલાવનાર - લીલા વીરમ વરૂ સહિત રામા લખમણ મારૂ-રહે.દેસીંગા, ભુપત માલદે મારડીયા-રહે.કોયલાણા તથા દેવાયત હરદાસ સોલંકી-રહે.કાટવાણા નામના ૪ શખ્સો નાશી છૂટ્યા હતા.

પોલીસે ઉક્ત તમામ આઠેય આરોપીઓ સામે ગુનો નોંધી સ્થળ પરથી રોકડા રૂ.૨૯,૯૨૦/- સહિત મોટરકાર, મોટરસાઇકલ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૪,૬૪,૯૨૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો