વિવાદ:3 મહિલા સહિત 4 શખ્સે મહિલાને માર માર્યો

પોરબંદર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુતિયાણા તાલુકાના અમર ગામની ઘટના
  • જૂના મનદુ:ખને લઇને લાકડાથી માર માર્યો

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અમર ગામે ગઇકાલે સવારના સમયે 1 મહિલાને જુના મનદુ:ખને લઇને 3 મહિલા સહિત 4 શખ્સોએ લાકડા વડે માર માર્યો હતો. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અમર ગામે રહેતા વનિતાબેન પુંજાભાઇ સુંડાવદરાને ભારતીબેન, વાલીબેન, દેવીબેન અને રાજશીભાઇ સાથે જૂનું મનદુ:ખ હોય જેને લઇને ગઇકાલે તેઓ ભેંસ ચરાવવા જતા હતા.

ત્યારે આરોપીઓ ત્યાં આવીને વનિતાબેનને કહ્યું હતું કે પાણીનો બોર આપી દો તેમ કહીને વનિતાબેનને લાકડા વડે બંને પગમાં માર મારી ઇજાઓ કરી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે તમામ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના હે.કો. આર. જે. રાડાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...