પોરબંદર શહેરના વિરડી પ્લોટમાં ગઇકાલે રાત્રીના સમયે 4 શખ્સોને આપસમાં ઝઘડો થતા સામસામે ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા અને માર મારતા પોલીસમાં સામસામી ફરિયાદો નોંધાઇ છે. પોરબંદરના વિરડી પ્લોટમાં રહેતા પ્રતીકભાઇ અશોકભાઇ રાઠોડ નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વીકી નામના શખ્સના ઘર પાસે તે ઉભો હતો ત્યારે વીકીએ તેને કહ્યું હતું કે અહીં ઉભવું નહી તેમ કહીને ગાળો આપીને જતો રહેલ બાદમાં વીકી, કપીલ મંગેરા અને રાહુલ નામના 3 શખ્સોએ આવીને પ્રતિકને પગમાં કાચની બોટલ મારી હતી અને મોઢામા ઢીકાપાટુનો માર માર્યો હતો.
જયારે કે વિવેક કાનજીભાઇ મંગેરા નામના શખ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે પ્રતીક ઉર્ફે રોક અશોકભાઇ રાઠોડ નામનો શખ્સ તેના ઘરે આવીને એલ-ફેલ બોલીને ગાળાગાળી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ કીર્તિમંદીર પોલીસ સ્ટેશનના હે.કો. એમ. આર. પરમારે હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.