કેસમાં વધારો:1 વર્ષના બાળક સહિત 4 દર્દી કોરોના સંક્રમિત, સિવીલ હોસ્પિટલમાંથી 4 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 15 દર્દી એક્ટિવ : 12 દર્દી હોમ આઇસોલેટ થયા

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ જિલ્લામાં 15 કેસ એક્ટિવ છે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 149 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 4 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાં પોરબંદરના બોખીરા વિસ્તાર માંથી 1 વર્ષીય બાળક, 11 વર્ષીય બાળકી તથા માધવપુર ગામ વિસ્તાર માંથી 50 વર્ષીય મહિલા અને ચિંગરિયા ગામ વિસ્તાર માંથી 70 વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4082એ પહોંચ્યો છે. 4 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 3928એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 15 કેસ એક્ટિવ છે જેમાંથી 3 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 12 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 381966 ટેસ્ટ થયા છે. કોરોના ગાઈડલાઈનનું પાલન કરી સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...