શોધખોળ:દરિયામાં પિલાણાની પલ્ટી 5માંથી 4 ખલાસીનો બચાવ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 ખલાસી હજુસુધી લાપતા હોય શોધખોળ જારી

પોરબંદરનાં જયેન્દ્ર રામજી સોનેરી નામના હોડી માલિકની જયા સતી રજી નં. IND-GJ- 25-MO-76 ના પિલાણુ જે તા. 31 ડિસેમ્બર 2022 નાં રોજ રાત્રીનાં સમય દરમીયાન 5 ખલાસી સાથે પોરબંદર અને ગોસાબારા સામે 21વામ ઉંડા પાણીમાં માછીમારી કરવા માટે નિકળેલ હતું.

આ દિવસે માચ્છીમારી દરમીયાન સવારનાં દરિયામાં હવાનું પ્રમાણ વધતા અને ઉંચા મોજા ઉછડતા હોવાથી હોડી પલટી મારી ગયેલ અને તેમા રહેલ 5 ખલાસીઓ પાણીમાં પડી ગયેલ હતા. અને તેમનો જીવ બચાવવા માટે પાણીમાં તરતા હતા ત્યારે 4 ખલાસીઓને અજાણી ફિશીંગ બોટ દ્વારા ઉપાડી અને એક પોરબંદરની હોડીમાં ઉતારેલ જેથી આ 4 ખલાસીનો જીવ બચી ગયો હતો જ્યારે ખારવાવાડમાં રહેતા બાબુભાઇ નારણભાઈ શેરાજી નામના ખલાસી અલગ પડી જવાથી મળી આવેલ ન હતા.

જે અંગે હોડી માલિકને જાણ કરતા હોડી માલિક તેમજ પોરબંદર માચ્છીમાર પીલાણા એસોસીએશન દ્વારા કોસ્ટગાર્ડ અને હાર્બર મરીન પોલીસને મૌખિક જાણ કરવામાં આવતા તેમના દ્વારા સતત 2 દિવસ ખલાસીની શોધખોળ કરતા આજ દિન સુધી ખલાસી મળી આવેલ નથી. જેથી તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે. દરિયામાં ફિશીંગ કરતી બોટ-પીલાણીને આ ખલાસીની જાણ મળે તો પોરબંદર માચ્છીમાર પીલાણા એસોસીએશન અથવા મરીન પોલીસને જાણ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...