54 કેસ એક્ટિવ:પોરબંદર જિલ્લામાં વધુ 4 દર્દી કોરોના પોઝિટીવ, 9 દર્દી ડિસ્ચાર્જ

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 વર્ષથી 65 વર્ષ સુધીના સ્ત્રી પુરૂષનો સમાવેશ, 54 કેસ એક્ટિવ

પોરબંદરમાં 24 કલાકમાં 4 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. 9 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં 54 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 199 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 4 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં પોરબંદરના જ્યૂબેલી વિસ્તાર માંથી 7 વર્ષની બાળકી, બોખીરા આવાસ માંથી 60 વર્ષીય વૃદ્ધા, નવી ખડપીઠ પાસેના વિસ્તાર માંથી 47 વર્ષીય પ્રૌઢ અને છાયા વિસ્તાર માંથી 65 વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4208એ પહોંચ્યો છે. 9 દર્દી સાજા થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 4015એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 54 કેસ એક્ટિવ છે જેમાંથી 31 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 23 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 395940 ટેસ્ટ થયા છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. લોકોએ સાવચેતી રાખવી જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...