તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘાવી માહોલ:કુતિયાણામાં 4 કલાકમાં 4 ઈંચ : માધવપુરમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધવપુરમાં પાણી ભરાયા હતા. - Divya Bhaskar
માધવપુરમાં પાણી ભરાયા હતા.
  • દેધનાધન વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા

જિલ્લામાં આજે બપોરબાદ વાતાવરણ એકાએક પલ્ટો આવતા કુતિયાણામાં 4 કલાકમાં 4 ઈંચ અને માધવપુરમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. મેઘરાજાએ સમગ્ર જીલ્લામાં સરેરાશ 100 ટકા જેટલો વરસાદ વરસાવી દીધો છે. થોડા દિવસો મેઘરાજાનો વિરામ રહ્યા બાદ આજ બપોરથી સમગ્ર જીલ્લામાં વાદળછાંયુ વાતાવરણ થઇ ગયુ હતુ અને કુતિયાણા તાલુકામાં બપોરે 2:૦૦ થી 6:૦૦ ની વચ્ચે બારેમેઘ ખાંગા થતા 96 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો.

પોરબંદર અને રાણાવાવમાં વાદળછાંયુ વાતાવરણ
​​​​​​​
તો તેવી જ રીતે પોરબંદર તાલુકાના માધવપુરમાં બપોરે 3:30 થી 5:30 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસી જતા, માધવપુર ગામમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. માધવપુર ઉપરાંત ઘેડ વિસ્તારના પાતા, ચીંગરીયા, મંડેર, ભોરસર, મોચા, કડછ, બળેજ, રાતીયા, શર્મા, સામળડા, ઘોડાદર અને બગસરામાં પણ 2 થી ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે જીલ્લાના પોરબંદર અને રાણાવાવ શહેર આ લખાય છે ત્યાં સુધી કોરાધાકોડ રહ્યા હતા. પોરબંદર અને રાણાવાવમાં વાદળછાંયુ વાતાવરણ અને ગાજવીજ રાત્રીના વરસાદ વરસે તેવું દર્શાવી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...