ઉમેદવારી ફોર્મ:પોરબંદર વિધાનસભા સીટની ઉમેદવારી માટે 4 ફોર્મ ઉપડ્યા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 નવેમ્બર સુધી બન્ને બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે
  • કુતિયાણા માંથી વધુ 11 ફોર્મ ઉપડ્યા, એકપણ ફોર્મ રજૂ થયું નથી

પોરબંદર વિધાનસભા સીટ માટે વધુ 4 ફોર્મ ઉપડ્યા છે જ્યારે કુતિયાણા માંથી 11 ફોર્મ ઉપડ્યા છે. એકપણ ઉમેદવારી ફોર્મ રજૂ થયું નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે 83 પોરબંદર અને 84 કુતિયાણા વિધાનસભા સીટ માટે મંગળવારે પોરબંદરમાંથી 4 ફોર્મ ઉપડ્યા હતા જ્યારે કુતિયાણા બેઠક પરથી 11 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે.

એકપણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. આગામી તા. 14 નવેમ્બર સુધી પોરબંદર અને કુતિયાણા એમ બન્ને બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. રજાનો દિવસ બાદ કરતા ત્રણ દિવસમાં પોરબંદર વિધાન સભા સીટ માટે કુલ 29 ફોર્મ ઉપડ્યા છે જ્યારે કુતિયાણા માંથી કુલ 14 ફોર્મ ઉપડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...