1દિવસમાં 6 આત્મહત્યાના બનાવ:પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં આપઘાતથી 4 ના મોત, 2 સારવારમાં

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોરબંદર જિલ્લામાં આપઘાતના બનાવો વધી રહ્યા છે : એક જ દિવસમાં જીંદગી ટૂંકાવી લેવા માટે 6 લોકોએ પ્રયત્ન કર્યો
  • માનસિક બીમારી, પારિવારીક ઝઘડા, ધમકી જેવા કારણો સામે આવ્યા : ગળેફાંસો, દવા પી લોકો કિંમતી જીવન ટૂંકાવી રહ્યા છે

પોરબંદર જિલ્લામાં દીન પ્રતીદીન આપઘાતના બનાવો વધી રહ્યા છે. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન જિલ્લામાં આપઘાત થી 4 લોકોના મોત નીપજ્યા હોવાનું તેમજ 2 લોકો એ આપઘાતની કોશિશ કરતા સરવારમાં ખસેડાયા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. એક જ દિવસ દરમ્યાન 6 લોકોએ આપઘાતનો પ્રયત્ન કર્યાનું સામે આવી રહ્યું છે.

આપઘાત પાછળ માનસિક બીમારી, પારિવારીક ઝઘડા તેમજ ધમકી જેવા કારણો જુદી- જુદી ઘટનાઓમાંથી સામે આવ્યા છે. લોકો ગળેફાસો, ઝેરી ટીકડા ખાઇ પોતાનું કિંમતી જીવન ટૂંકાવી રહ્યા છે. અપમૃત્યુના બનાવો તેમજ આપઘાતના બનાવો અટકાવવા સરકાર દ્વારા પગલા લેવા જરૂરી બન્યા છે. લોકોની માનસિકતા, સમસ્યાઓનું સમાધાન લાવી શકાય તેવા પ્રયત્નો હાથ ધરવા જોઇએ.

પોરબંદરના 60 વર્ષિય આધેડે ગળેફાંસો ખાઇ લેતા મોત થયું: માનસિક બિમારીથી કંટાળીને પગલું ભર્યું
પોરબંદર શહેરમા આવેલા પારેખ ચકલા વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે એક આધેડે માનસિક બિમારીથી કંટાળીને પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ બનાવને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના પારેખ ચકલો વિસ્તારમાં રહેતા કીશોરભાઇ માધવજીભાઇ પંડયા નામના 60 વર્ષીય આધેડ છેલ્લા દોઢેક વર્ષથી માનસિક રીતે બિમાર હતા, અને ત આ બિમારીથી તેઓ કંટાળી ગયા હતા. અને આખરે કંટાળીને ગઇકાલે સાંજના સમયે તેમણે પોતાના ઘરમાંજ ગળાફાંસો ખાઇ લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના PSI બી. આર. પરમારે હાથ ધરી છે.

નરસંગ ટેકરીમાં 78 વર્ષિય વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી: બિમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યુ
પોરબંદર શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે એક વૃદ્ધે પ્રોસ્ટેની બિમારીથી કંટાળીને ઝેરી દવા પી લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા દયારામભાઇ ભીમજીભાઈ જોષી નામના 78 વર્ષીય વૃદ્ધને અમુક સમયથી પ્રોસ્ટરની બીમારી હતી.

અને જેના કારણે આ બીમારીથી કંટાળીને તેમણે ગઇકાલે રાત્રીના સમયે ઝેરી દવા પી લેતા તેમને ભાવસિંહજી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના PSI એન. ડી. વાજાએ હાથ ધરી છે.

ખાપટ ગામની વિધવાએ ઝેરી દવા પીધી: પિતાએ બીજા લગ્ન કરવાનું કહેતા પગલું ભર્યુ : તબીયત સાધારણ
પોરબંદર જિલ્લાના ખાપટ ગામની વિધવાએ ગઇકાલે સાંજના સમયે ઝેરી દવા પીધી હતી. આ અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ વિગત અનુસાર આ વિધવાને તેમના પિતા તેમને બીજા લગ્ન કરવાનું કહેતા તેને બીજા લગ્ન ન કરવા હોય તેથી આ પગલું ભર્યુ હતું. હાલ તેમની સ્થિતિ સાધારણ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ખાપટ ગામે રહેતા મનિષાબેન રાજુ સોલંકી નામની 27 વર્ષીય વિધવા મહિલાના પતિનું ચારેક મહિના નિધન થયેલ હતું.

આ મહિલાને તેના પિતા કાન્તીભાઇ લખમણભાઇ મકવાણા તેમને બીજા લગ્ન કરવા માટે સમજાવતા હોય અને મનિષાબેનને બીજા લગ્ન ન કરવા હોય તેને આ બાબતનું લાગી આવતા મનિષાબેને ગઇકાલે સાંજના સમયે ઝેરી દવા પી લીધી હતી. હાલ તેમની તબિયત સાધારણ છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના હે.કો. આર. કે. રાઠોડે જાણવાજોગ દાખલ કરી છે.

સુભાષ નગરમાં આધેડે ગળેફાંસો ખાઇ લેતા મોત: અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું
પોરબંદર શહેરના સુભાષ નગર વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે એક આધેડે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ બનાવથી આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી બનાવ અંગે નોંધ કરી હતી.

આ દુઃખદ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના ના સુભાષ નગર વિસ્તારમાં રહેતા રમેશભાઇ જીવાભાઇ ચામડીયા નામના 46 વર્ષીય આધેડે ગઇકાલે સાંજના સમયે કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં પીઢીયા સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઇ લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના PSI આર. એસ. જારીયાએ હાથ ધરી છે.

રાણાકંડોરણા ગામે 10 વર્ષિય બાળાએ ઝેરી દવા પી લેતા મોત: બાપોદર રોડ પર આવેલી વાડીમાં બનાવ બન્યો
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા કંડોરણા ગામની એક 10 વર્ષીય બાળાએ ઝેરી દવા પી લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ બાળાના મૃત્યુથી નાના એવા રાણા કંડોરણા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ દુઃખદ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા ગામમાં આવેલા વાડી વિસ્તારમાં રહેતા આરતીબેન કૈલાશભાઇ બામણીયાની નામની 10 વર્ષીય બાળકીએ રાણાવડવાળા ગામે બાપોદર રોડ ઉપર આવેલી વાડીમાં ઝેરી દવા પી લેતા તેમનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી. ડી. જાદવેએ હાથ ધરી છે.

ધમકીથી ડરી ગયેલા કોલીખડાના આધેડે ફીનાઇલ પીધું : 3 શખ્સોએ ધમકી આપી હોવાથી પગલું ભર્યું: સારવારમાં
પોરબંદર જિલ્લાના કોલીખડા ગામે 1 આધેડેને 3 શખ્સોએ ધમકી આપતા આ ધમકીથી ડરી ગયેલા આધેડે ફીનાઇલ ગટગટાવ્યું હતું. હાલ તેમની તબિયત સામાન્ય છે.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જામનગર ખાતે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા દેવશીભાઇ પરબતભાઇ રાણાવાયા નામના 47 વર્ષીય આધેડને પોલાપોગા રહેતા ભોલાનાથ ખુંટી સાથે જમીન બાબતે વાંધો ચાલતો હોય અને દેવશીભાઇએ આ જમીન બાબતે સમાધાન કરી લેતા પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતા માલદે ઓડેદરા, નાગકા ગામે રહેતા નૌઘણ તથા તેના દિકરા જયમલે દેવશીભાઇને કહેલ કે અમને પુછયા વગર સમાધાન કેમ કરી લીધું ? હવે તારી વાડી તને આપવી નથી તારાથી થાય તે કરી લેજે.

તેમ કહેતા દેવશીભાઇને આ ધમકીથી બીક લાગતા તેમણે ગત ગુરૂવારના રોજ સાંજના સમયે કોલીખડા ખાતે ફીનાઇલ ગટગટાવી લીધું હતું. હાલ તેમની તબિયત સામાન્ય છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના હે.કો. આર. કે. રાઠોડે જાણવાજોગ દાખલ કરી છે.

આપઘાત અટકાવવા શું કરી શકાય ?

  • નાની ઉંમરથી માતા પિતા અને બાળકો વચ્ચે communication મિત્રતા પૂર્ણ હોય.
  • માનસિક બીમારી ના લક્ષણો જણાય તો વ્યક્તિ ને તુરંત જ તેના નિષ્ણાત પાસે લઇ જવા (રાહ જોવી નહિ).
  • નાનપણ થી જ બાળકો માટે ઘર, સ્કૂલ અને સમાજ ના વાતાવરણ માં એક સુત્રતા જળવાય તેવો દરેક વડીલો એ પ્રયત્ન કરવો.
  • માનસિક રોગ ની દવાઓ માટેની ખોટી માન્યતા સુધારવી. સમસ્યા માટે સમાધાનકારી અને તટસ્થ બુદ્ધિગમ્ય વલણ અપનાવવું, (નહિકે આદેશાત્મક કે એક તરફી)
  • વ્યક્તિને પોતાના જીવન માટે informed choices કરવા માટે પ્રોત્સાહન મળે તેના માટે સક્ષમ કરવો જેથી તે પોતાની જવાબદારી સમજી શકે.
  • સંબંધો નું જ્ઞાન અને તેમાં પોતાની ભૂમિકા સમજવી અગત્ય ની છે.

સોહંગ ડી ભડાણીયા, મનોરોગ ચિકિત્સક ભાવસિંહજી જનરલ હોસ્પિટલ, પોરબંદર

લોકોને સાચું શિક્ષણ મળવું આવશ્યક છે
આજના યુગમાં વિદ્યાર્થી અને મોટેરા સૌને આધુનિક સમયમાં અપેક્ષાઓ વધારે હોય છે, તેમજ મોટાભાગના પરિવારમાં ઘરેલુ કંકાસ વધારે હોય છે. તેમજ મોટા ભાગના લોકો માનસિક તણાવમાં જીવે છે. ઉપરાંત અમુક લોકો શ્રીમંત લોકોનું અનુકરણ કરતા હોય છે. ગાડી બંગલા સહિત હેવી લાઈફ સ્ટાઈલનું અનુકરણ કરતા હોય અને તે જરૂરિયાતોને પહોંચી વળવા દેવું વધતું હોય છે.

દેવું વધવાના કારણે આત્મહત્યા તરફ અમુક લોકો વળે છે. ખાસ કરીને આ તમામ પરિબળો પાછળ સાચા શિક્ષણનો અભાવ છે, લોકોને સાચું અને સચોટ જ્ઞાન પીરસાઈ તો આત્મહત્યાના બનાવો પર અંકુશ આવી શકે. - ડો. ઇશ્વરભાઈ ભરડા - આર જી ટી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને કેળવણી કાર

અન્ય સમાચારો પણ છે...