હુમલો:મૈયારી ગામે ઉમેદવાર પર ઉમેદવાર સહિત 4 હુમલો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ઉમેદવાર નશો કરેલી હાલતમાં પોલીસ મથકે પહોંચતા પોલીસે ઝડપી લીધો

કુતિયાણાના મૈયારી ગામે ગ્રામપંચાયતની ચૂંટણીના ઉમેદવારને ઉમેદવાર સહિત 4 શખ્સોએ માર મર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી ઉમેદવાર નશોકરેલી હાલતમાં પોલીસ મથકે પહોંચતા પોલીસે ઝડપી લીધો હતો.ગ્રામપંચાયતની ચૂંટણી જંગ જામ્યો હતો ત્યારે કુતિયાણાના મૈયારી ગામે ગ્રામપંચાયતની ચૂંટણીના ઉમેદવાર ભરત વજશીભાઈ પરમારની ઓફિસે તેના માણસો કામ કરતા હતા

ત્યારે મોડી રાત્રે બહારગામના માણસો ભરતની ઓફિસે બેઠા હોય જેથી ભરતે અત્યારે કેમ બેઠા છો તેવું કહેતા ગ્રામપંચાયતની ચૂંટણીના ઉમેદવાર કેશુ એભા પરમાર, ભરત મ્યાજર ગરેજા, મુકેશ સામત પરમાર અને મેણંદ વિરમ પરમાર નામના 4 શખ્સએ ઉશ્કેરાઈ જઈ ભરત પરમારને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મર્યાની ફરિયાદ નોંધાવતા કુતિયાણા પોલીસે ચારેય શખ્સ સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજીતરફ ચાર આરોપી માંથી મૈયારી ગ્રામપંચાયતની ચૂંટણીનો ઉમેદવાર કેશુ એભા પરમાર કુતિયાણા પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસે તેની તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. આમ આ શખ્સ સામે બે ગુન્હા નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...