કોરોના રસીકરણ:જિલ્લામાં 39 ટકા વડીલોએ પ્રિકોશન ડોઝ લીધો

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 થી 59 ઉંમર ધરાવતા 3.38 લાખ લોકો માંથી માત્ર 67 લોકોએ રૂપિયા ચૂકવી પ્રિકોશન ડોઝ લીધો, ખાનગી ક્ષેત્રે વેક્સિનની કિંમત ચૂકવી લોકો પ્રિકોશન ડોઝ લેવા માંગતા નથી !

પોરબંદર જિલ્લામાં 39 ટકા વડીલોએ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ લીધો છે. જ્યારે 18 થી 59 ઉંમર ધરાવતા 3.38 લાખ લોકો માંથી માત્ર 67 લોકોએ જ રૂપિયા ચૂકવી પ્રિકોશન ડોઝ લીધો, ખાનગી ક્ષેત્રે વેકશીનની કિંમત ચૂકવવા લોકો તૈયાર થતા નથી તેવું જાણવા મળે છે.

હાલ પોરબંદર જિલ્લામાં કોરોનાનો ઉપદ્રવ શાંત થયો છે. લાંબા સમયથી કોરોનાના કેસ આવ્યા નથી. ત્યારે અન્ય રાજ્યોમાં કોરોનાના કેસો આવી રહ્યા છે. હાલ કોરોનાથી રક્ષણ આપતી કોરોના વેકશીન કામગીરી મંદ પડી છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કોરોના વેકશીનની કામગીરી વેગવંતી બની હતી. અત્યાર સુધીમાં એટલેકે તા. 27 એપ્રિલના આંકડા મુજબ પોરબંદર જિલ્લામાં 5551997ના ટાર્ગેટ સામે કોરોના વેકશીનનો પ્રથમ ડોઝની 87.40 ટકા કામગીરી નોંધાઈ છે. જ્યારે બીજા ડોઝની કામગીરી 95.52 ટકા નોંધાઈ છે. 12 થી 14 વર્ષના તરૂણોમા પ્રથમ ડોઝમાં 62 ટકા કામગીરી નોંધાઈ છે જ્યારે તરૂણોની બીજો ડોઝની 62.67 ટકા કામગીરી જોવા મળે છે.

મહત્વની વાત એ છેકે, કોરોના વેકશીનના બે ડોઝ લીધા બાદ 9 માસ બાદ કોરોના વેકશીનનો ત્રીજો ડોઝ એટલેકે પ્રિકોશન ડોઝ લેવાનો હોય છે જેમાં પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 39 ટકા વડીલોએ જ પ્રિકોશન ડોઝ લીધો છે. જે વિનામૂલ્યે આપવામાં આવ્યો છે. ઉપરાંત હેલ્થ કેર વર્કરો અને ફ્રન્ટલાઈન વર્કરો સહિત કુલ 92514 લોકો માંથી 37653 લોકોએ પ્રિકોશન ડોઝ લીધા છે એટલેકે 40 ટકા લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. આથી પણ મહત્વની વાત એ છેકે 18 થી 59ની ઉંમર ધરાવતા લોકોને પ્રિકોશન ડોઝ માટેની કિંમત ચૂકવવાનો નિર્ણય થયો છે ત્યારે 18 થી 59 વર્ષ ની ઉંમર ધરાવતા કુલ 3,38,000 લોકો માંથી માત્ર 67 વ્યક્તિએ પ્રિકોશન ડોઝ કિંમત ચૂકવીને લીધો છે.

ઉલ્લેખનીય છેકે પ્રિકોશન ડોઝ કોરોનાના બે ડોઝ લીધા બાદ 9 માસ પછી લેવાનો હોય છે ત્યારે નોંધાયેલ 3,38,000.લોકો માંથી મોટાભાગના લોકોએ બન્ને ડોઝ લીધા બાદ 9 માસ પૂર્ણ થયા છે. આમ છતાં માટે 67 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે જે આશ્ચર્યની વાત છે. આરોગ્ય વિભાગના એક કર્મીએ જણાવ્યું હતુંકે કોરોના વેકશીનના બન્ને ડોઝ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. પરંતુ 18 થી 59 વર્ષની ઉંમર ધરાવતા લોકોને ખાનગી હોસ્પિટલ ખાતે ચાર્જ ચૂકવીને પ્રિકોશન ડોઝ લેવાનો નિર્ણય થયો છે જેથી લોકો કોરોના વેકશીનના 2 ડોઝ લઈને સંતોષ માનીને પ્રિકોશન ડોઝનો ચાર્જ ચૂકવવો પડતો હોવાથી લોકો પ્રિકોશન ડોઝ લેવાનું ટાળી રહ્યા છે.

60 થી વધુ વય ધરાવતા લોકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ મળે છે
આરોગ્ય વિભાગના કર્મીએ જણાવ્યું હતુંકે પોરબંદર જિલ્લામાં 60 થી વધુ વય ધરાવતા તમામ વડીલોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવામાં આવે છે. જિલ્લામાં 71618 વડીલો માંથી 27970 વડીલોએ પ્રિકોશન ડોઝ લીધો છે ત્યારે વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ લેવામાં પણ ઉદાસીનતા જોવા મળી રહી છે.

પ્રિકોશન ડોઝના કેટલા રૂપિયા ચૂકવવા પડે?
18 થી 59 વર્ષની ઉંમર ધરાવતા લોકો માટે પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવતો નથી. તેના માટે પોરબંદરમાં એક ખાનગી હોસ્પિટલ ખાતે પ્રિકોશન ડોઝ આપવામાં આવે છે. આ ડોઝની કિંમત રૂ. 386 રાખવામાં આવી છે.

પ્રિકોશન ડોઝ લેવા અપીલ
પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતુંકે હાલ અન્ય રાજ્યો ખાતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વેકશીનના ડોઝ લઈ લેવા જોઈએ તેમજ બન્ને ડોઝ લીધા બાદ નવ માસ પછી પ્રિકોશન ડોઝ લઈ લેવો જોઈએ. પ્રિકોશન ડોઝ લેવામાં લોકોની નિરસ્તા જોવા મળે છે ત્યારે લોકોએ પ્રિકોશન ડોઝ તાકીદે સમય મુજબ લેવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...