તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જિલ્લામાંથી જુગાર રમતા 39 શખ્સ ઝડપાયા

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર જિલ્લામાં પોલીસે જુદી- જુદી જગ્યા પર દરોડો પાડી કુલ રૂ. 246340 નો મુદ્દામાલ કબજે કર્યો

પોરબંદર જિલ્લામાંથી પોલીસે જાહેરમાં જુગાર રમતા 39 શખ્સોને ઝડપી લીધા હતા. આ તમામ શખ્સો સામે ગુન્હો નોંધી પોલીસે આ શખ્સો પાસેથી રૂ. 246340 નો મુદામાલ કબજે કર્યો હતો. છાંયા નવાપરા વિસ્તારમાંથી માલદે કાનાભાઇ ઓડેદરા, લખમણ અરભમભાઇ ઓડેદરા, તેજશ રણમલભાઇ જાડેજા, સાંગણ ખીમરાભાઇ પરમાર, રાકેશ જેઠાભાઇ ભાદરકા, દિવ્યેશ જમનગીરી મેઘનાથી અને જયેશ રાજાભાઇ ઓડેદરાને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂ. 82400 નો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે કે એચ.એમ.પી. કોલોનીના કવાટર નં. 26 માંથી શરદ દેવજીભાઇ શીયાળ, હેમલ દેવજીભાઇ જોષી, પંકજ ભીમજીભાઇ ટાંક, ચીંતન હીતેષભાઇ ગણાત્રા અને અક્ષય અશોકભાઇ ભરાડાને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 24470 નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે કે વાડી પ્લોટ વિસ્તારમાંથી પોલીસે રોનીત પુંજાભાઇ પરમાર, સુભાષ પ્રેમજીભાઇ કવા, ઉમેશ રમણીકભાઇ ચીત્રોડા અને હેમંત નાથાભાઇ રાઠોડને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે 14890 નો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે કે છાંયા વિસ્તારમાંથી જીવા લીલાભાઇ પરમાર, છગન બાબર ઓડેદરા અને ભરત છગનભાઇ ઓડેદરાને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 36250 નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે કે જયુબેલીના ટાંકા પાસેથી જયમલ બાબુભાઇ સીડા, રાજશી ઉર્ફે બડો રામાભાઇ કરગઠીયા અને માલદે ઉર્ફે રમેશ સુકાભાઇ કેશવાલાને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 29760 નો મુદામાલ કબજે કર્યો હતો.

જયારે કે કુતિયાણા તાલુકાના અમીપુર ગામેથી રમણીક ડાયાભાઇ ચાવડા, ભગવાનજી લીલાભાઇ ખેર, પરબત છગનભાઇ મોકરીયા, ભનુ અરજનભાઇ સાદીયા, ભરત ખીમાભાઇ ચાવડા અને પીન્ટુ ઉર્ફે ટુડો દેવશીભાઇ સાદીયાને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 13800 નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે કે કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામેથી કાન્તીલાલ લખમણભાઇ કાસુન્દ્રા, પાલાભાઇ ગોગનભાઇ મકવાણા, કાન્તીલાલ રવજીભાઇ દેગામા, કારાભાઇ પીઠાભાઇ વાણીયા અને ભુપત દેસાભાઇ મકવાણાને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા.

આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 12330 નો મુદામાલ કબજે કર્યો હતો. જયારે કે પોરબંદરના દેગામ ગામમાંથી ગેલાભાઇ ભોજાભાઇ રાઠોડ, રમેશભાઇ પરબતભાઇ ખરા, મુકેશભાઇ જેઠાભાઇ ખરા, પ્રવિણભાઇ રામાભાઇ ખરાને ને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા જયારે શૈલેષ જીતુભાઇ ખરા નામનો શખ્સ નાસી છૂટયો હતો. આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 29440 નો મુદામાલ કબજે કર્યો હતો. આ તમામ શખ્સો સામે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...