તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પોરબંદરના પાંચ સ્થળેથી 36 લિટર દેશી દારૂ જપ્ત

પોરબંદર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2 મહિલા સહિત કુલ 6 શખ્સો સામે કાર્યવાહી

પોરબંદર જિલ્લાના અલગ અલગ 5 સ્થળો પરથી પોલીસે કુલ 36 લીટર જેટલો દેશીદારૂનો જથ્થો જપ્ત કરી, 2 મહિલા સહિત કુલ 6 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોરબંદર શહેરના હુસેનશા રહેમાનશા ફકીર નામના શખ્સને 15 લીટર દેશીદારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ દરમ્યાન આ દારૂનો જથ્થો યુસુફ ઉર્ફે ટારઝન વાહિદ ગરાણા પાસેથી વેચાતો લીધાની કબૂલાત આપતા પોલીસે યુસુફ ઉર્ફે ટારઝન સામે પણ ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતીમાન કર્યા છે.

તો બીજી તરફ જશુબેન વેલજી વાઘેલા નામની મહિલા પાસેથી 13 લીટર દેશીદારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, તેમજ રાણાકંડોરણા ગામેથી રાજુ કેશુ આગઠના કબ્જામાંથી 3 લીટર દેશીદારૂ જપ્ત કરાયો હતો, માધવપુર ગામેથી ગોવિંદ દેવા માવદીયાના કબ્જામાંથી 3 લીટર દેશીદારૂ જપ્ત કરાયો હતો, આ ઉપરાંત સુભાષનગર વિસ્તારમાંથી લીલુબેન કાનજી કાણકીયાના મકાનેથી ૨ લીટર દેશીદારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો