તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પોરબંદરમાં કોવિડના 345 દર્દી ઓક્સિજન પર

પોરબંદર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભેટ કે દાન દેવું હોય તો હોસ્પિટલમાં આપો : દર્દીઓ - Divya Bhaskar
ભેટ કે દાન દેવું હોય તો હોસ્પિટલમાં આપો : દર્દીઓ
 • પોરબંદરમાં 29 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટીવ, 217 કેસ એક્ટિવ, 25 દર્દી ડિસ્ચાર્જ થયા, 1 દર્દીનું મોત નિપજ્યું

પોરબંદરની કોવિડ, નર્સિંગ અને કોવિડ સેન્ટર ખાતે 345 દર્દી ઓક્સિજન પર છે. લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 14 દર્દીના મોત થયા છે અને સ્મશાનમાં વેઇટિંગમાં વારો આવે છે. હાલ કોવિડ હેલ્પલાઇન સેન્ટર ઉભું કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. પોરબંદરમાં 24 કલાકમાં 29 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 25 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમજ રેપીડ અને આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય પરંતુ સીટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવેલ દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના પરિણામે પોરબંદરની મુખ્ય કોવિડ હોસ્પિટલ, નર્સિંગ કોવિડ તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે.

અને દર્દીઓથી બેડ ભરાઈ ગયા છે. ગઈકાલે સિટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા 4 દર્દીના મોત થયા હતા જ્યારે 24 કલાકમાં સીટીસ્કેનમાં લંગ ઇનવોલ્વમેન્ટ ધરાવતા અને રિપોર્ટ નેગેટિવ આવેલા વધુ 14 દર્દીના મોત થયા છે. જેમાં મુખ્ય કોવિડ હોસ્પિટલ ખાતે આઇસોમાં દાખલ નેગેટિવ રિપોર્ટ ધરાવતા 2 દર્દીના મોત થયા છે અને સેમી આઇસોમાં 10 નેગેટિવ દર્દીના મોત થયા છે.

જ્યારે નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન 2 નેગેટિવ દર્દીના મોત થયા છે. આમ બન્ને કોવિડ હોસ્પિટલ ખાતે 24 કલાકમાં લંગ ઇનવોલ્વમેન્ટ આવેલ 14 નેગેટિવ રિપોર્ટ ધરાવતા દર્દીના મોત થયા છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે આ દર્દીઓ ઓક્સિજન પર હતા આમછતાં શ્વાસોશ્વાસની તકલીફ હતી તેમજ વધુ મોટી ઉંમરના હતા અને એક કરતા વધુ બીમારીઓ હતી. જેના કારણે સ્ટ્રેશ વધુ આવતા આ નેગેટિવ દર્દીઓના સારવાર દરમ્યાન મોત થયા હતા. હાલ કોવિડ, નર્સિંગ કોવિડ અને કોવિડ કેર સેન્ટર ખાતે કુલ 345 દર્દી ઓક્સિજન પર છે. હાલ સ્મશાનભૂમિમાં પણ વેઇટિંગ યથાવત રહ્યું છે.

સોમવારે સવારે 12 વાગ્યા સુધીમાં 20 ડેડબોડી અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવી હતી. જેમાં વિધુત ભઠ્ઠીમાં 4 જેટલી ડેડબોડી અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં હતી. કોવિડ, નર્સિંગ કોવિડ ખાતે તેમજ ખાનગી હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે અને શું સ્થિતિ છે તેમજ દર્દીના પરિવારજનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કોવિડ હેલ્પલાઇન શરૂ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. જો હેલ્પલાઇન સેન્ટર શરૂ થાય તો દર્દીઓને રાહત મળી શકે અને કઈ હોસ્પિટલમાં કે કોવિડ સેન્ટરમાં સારવાર મળી શકે તે જાણકારી મળે તો દર્દીને સીધા તે સ્થળે જ લઈ જઈ શકાય જેથી દર્દીને તાકીદે સારવાર ઉપલબ્ધ થઈ શકે.

પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 422 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 29 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં પોરબંદરના છાયા માંથી 10 દર્દી, બિરલા કોલોની માંથી 4 દર્દી, પરિશ્રમ સોસાયટી માંથી 2 દર્દી, સુતારવાડા, ઝુંડાળા, કડીયાપ્લોટ માંથી તેમજ કુતિયાણા માંથી 2 દર્દી અને રાણાબોરડી ગામ માંથી 1 દર્દી સહિત કુલ 29 દર્દી જેમાં 5 વર્ષનું બાળક, 6 વર્ષ, 9 વર્ષથી 54 વર્ષ સુધીના સ્ત્રી પુરુષનો સમાવેશ થાય છે. આમ સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ કોરોના દર્દીનો કુલ આંકડો 1571એ પહોંચ્યો છે. જ્યારે 25 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

આમ જિલ્લાનો કોરોના દર્દીના ડિસ્ચાર્જનો આંકડો 1345એ પહોંચ્યો છે. સારવાર દરમ્યાન વધુ એક દર્દીનું મોત થયું છે. આમ મૃત્યુ આંક 132એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં 217 કેસ એક્ટિવ છે જેમાંથી 52 દર્દી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 13 દર્દી કોવિડ કેર સેન્ટર ખાતે તથા 152 દર્દી હોમ આઈસોલેટ થયા છે. અત્યાર સુધીમાં 138816 કુલ ટેસ્ટ થયા છે.

શું છે કોવિડ હોસ્પિટલની સ્થિતિ?
પોરબંદરની સિવિલ કોવિડ હોસ્પિટલના આઇસોમાં 79 દર્દી દાખલ છે. જેમાં 19 દર્દી પોઝિટિવ છે. 54 નેગેટિવ દર્દી છે. સેમી આઇસોમાં 121 દર્દી દાખલ છે. સેમી આઇસો અને આઇસોમાં તમામ દર્દી ઓક્સિજન પર છે.
કોવિડ નર્સિંગ હોસ્પિટલની સ્થિતિ?
પોરબંદરના નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે પહેલા અને બીજા માળે કુલ 85 દર્દી દાખલ છે. તમામ 85 દર્દી ઓક્સિજન પર છે.

મુખ્ય સ્મશાનભૂમિ ખાતે 5 દિવસમાં કેટલી ડેડબોડીના અંતિમ સંસ્કાર થયા?

તારીખડેડબોડીની સંખ્યા
29/0436
30/0430
01/0540
02/0528
03/05 બપોર સુધીમાં20
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો