તાલીમ:34 બહેનોને બ્યુટી પાર્લરની 30 દિવસિય તાલીમ અપાઇ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર આરસેટી ધરમપુર ખાતે તાલીમ યોજાઇ

પોરબંદર આરસેટી ધરમપુર ખાતે 30 દિવસીય બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ યોજાઇ હતી. ગ્રામિણ વિસ્તારની બહેનો આર્થિક રીતે સધ્ધર બની શકે તે માટે આરસેટી દ્વારા સ્વરોજગાર લક્ષી તાલીમો નિયમિત યોજવામાં આવે છે. જેનાં ભાગરૂપે બહેનો બ્યુટી પાર્લરની તાલીમ મેળવી શકે તે માટે આરસેટી દ્વારા 30 દિવસીય વિનામૂલ્યે બ્યુટી પાર્લરની તાલીમ આપવામાં આવી હતી. જેમા જુદા જુદા ગામોની 34 બહેનો જોડાઇ હતી. આ તમામ બહેનોને રહેવા તથા જમવાની સુવિધા પણ આપવામાં આવી હતી.

તાલીમ પૂર્ણ થયા બાદ તમામ બહેનોને પ્રમાણપત્રો પાઠવવામાં આવ્યા હતા. આરસેટી નિયામક હરેશભાઇ મિસ્ત્રી, અમીષા બહેન ઠક્કર તથા જયભાઇ વડાલીયાએ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આરસેટી પોરબંદર દ્વારા ગ્રામિણ વિસ્તારનાં ભાઇઓ તથા બહેનો માટે વિનામૂલ્યે સ્વરોજગાર લક્ષી જુદી જુદી તાલીમ વિનામૂલ્યે આપવામા આવે છે. જેમાં 18 થી 45 વર્ષનાં ભાઇઓ તથા બહેનો જોડાઇ શકે છે. વધુ વિગત માટે આરસેટી પોરબંદરનાં નં. 0286 299022 પર સંપર્ક કરવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...