ડોક્ટર પણ ચોંકી ગયા:પોરબંદરની હોસ્પિટલમાં દર્દીના પેટમાંથી 330 પથરી કાઢવામાં આવી

પોરબંદર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગે 15 પથરીથી વધુ માનવ શરીરમાંથી નીકળતી નથી : ડોક્ટર પણ ચોંકી ગયા

ઘણીવાર લોકોને એવી બીમારીઓ થાય છે, જેના વિશે આપણે કયારેય વિચારી પણ નથી શકતા. જયારે ઘણીવાર એવા પણ બનતા હોય છે જેને જોઈને પોતે ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઇ જાય છે, કે શું ખરેખર આવું પણ બની શકે છે. આવોજ વિચિત્ર બનાવ પોરબંદરમા સામે આવ્યો છે. જેમાં ઓપરેશન દરમ્યાન એક દર્દીના પેટમાંથી 330 પથરી નીકળી હતી. હાલમાં જ પોરબંદરની આનંદ હોસ્પિટલમાં એક જામનગર જિલ્લાના વાંસજાળીયા ગામના દર્દીનું પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન દરમિયાન ડોક્ટરોને પિત્તાશયમાંથી એટલી બધી પથરીઓ મળી આવી જેને જોઈને ડોકટરો વિચારમાં પડી ગયા હતા. જો કે તમે પણ આ પથરીની સંખ્યા જાણીને સાચું માની શકશો નહિ. ડોકટરોના જણાવ્યા અનુસાર, આ દર્દીના પેટમાંથી એક બે નહીં, પરંતુ 330 જેટલી પથરીઓ કાઢવામાં આવી હતી. ડોકટરોએ આ અંગે વધુમાં જણાવતા કહ્યું હતું કે, હાલમાં ઓપરેશન બાદ દર્દીની હાલત સારી છે. જયારે આ નાગે દર્દીએ કહ્યું કે, મારા પેટમાં આટલી બધી પથરી હશે તેનો મને જરાક પણ અંદાજો નહોતો.

પરંતુ જયારે તેમને થોડા મહિનાઓ પહેલા પેટમાં ગેસની તકલીફ અને ઉલટી થતાં રિપોર્ટ કરાવ્યા હતા, ત્યારે તેમને પિત્તાશયમાં પથરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જો કે આ દર્દીનું ઓપરેશન કરનાર ડોક્ટર કલ્પિત પરમારે જણાવ્યું હતું કે, જયારે પણ પિત્તાશયમાં પથરીનું ઓપરેશન કરવામાં આવે છે, ત્યારે પિત્તાશયમાંથી વધુમાં વધુ 15 જેટલી પથરીઓ બહાર નીકળે છે.

પરંતુ આજે એક સાથે 330 જેટલી પથરીઓ નીકળતા આ મેડિકલ સાયન્સ માટે પણ નવો જ બનાવ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ડોકટર માટે પણ ચોંકાવનારી હતી. જેમાં એક પથરીના દર્દીના ઓપરેશન દરમિયાન એવી વસ્તુઓ નીકળી કે ડોકટરો પણ ચોકી ગયા હતા. જોકે પોરબંદર જિલ્લામાં ક્ષારયુક્ત પાણીના કારણે કિડનીને લગતી પથરીઓના દર્દીઓની સંખ્યા ઘણી વધારે જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...