અનલોક:પોરબંદર એસટી વિભાગ દ્વારા 14 માંથી 33 શેડ્યુલ શરૂ કરાયા

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અપડાઉન લોકલ અને એક્સપ્રેસ બસો શરૂ થઈ, આવકમાં વધારો નોંધાયો

પોરબંદર એસટી વિભાગ દ્વારા 14 માંથી 33 સેડ્યુલ શરૂ કરાયા છે જેમાં અપડાઉન કરતી લોકલ બસ અને એક્સપ્રેસ બસો શરૂ થઈ છે જેથી અગાવ કરતા આવકમાં વધારો નોંધાયો છે.

પોરબંદર જિલ્લામાં કોરોમાં સંક્રમણ વધ્યું હતું અને શહેર તથા અન્ય જિલ્લા ખાતે રાત્રી કરફ્યુ હોવાથી પોરબંદર એસટી વિભાગ દ્વારા ટ્રાફિક ન થતા માત્ર 14 સેડ્યુલ ચાલુ રાખ્યા હતા. હાલ કેટલીક છૂટછાટો આવતા અને સરકારી ગાઈડલાઈન મુજબ અગાવ કરતા 50 ટકા સેડ્યુલ શરૂ કર્યા છે જેમાં હાલ 33 બસ થી 33 સેડ્યુલ ચાલુ છે જેમાં રાત્રી રોકાણની બસો હજુ બંધ છે પરંતુ અપડાઉન કરતી લોકલ બસો શરૂ કરી છે જેમાં પોરબંદરથી વડાળા હર્ષદ, સતાધાર, ભાણવડ દેવડીયા, જામનગર રાજકોટ, ભાટિયા સીમર, જૂનાગઢ, ભોમિયાવદર માંગરોળ સહિતના રૂટનો સમાવેશ થાય છે ઉપરાંત બગદાણા, ઉના, ગાંગરડી, વડોદરા નાઈટ, ગાંધીનગર, મોરબી સહિતની એક્સપ્રેસ બસ ચાલુ કરવામાં આવી છે. હાલ સરકારની ગાઈડલાઈન મુજબ 1 બસમાં 75 ટકા મુસાફરની કેપેસિટીના પાલન સાથે બસો દોડાવવામાં આવી રહી છે. અગાવ 14 સેડ્યુલમાં 1 લાખની રોજની આવક હતી હાલ 33 સેડ્યુલ શરૂ થતા બે થી અઢી લાખ રૂપિયાની રોજની આવક એસટી ને થઈ રહી હોવાનું એસટી સૂત્રોએ જણાવ્યું હતું.

પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં ST બસના રૂટ ચાલુ કરવા માંગ
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં એસટી બસના રૂટ ચાલુ કરવા માંગ ઉઠી છે. મુસાફરોને ખાનગી વાહનમાં વધુ ભાડા ચૂકવવા પડી રહ્યા છે.

હાલમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે, જેથી સરકારે પણ ઘણી બધી છૂટછાટો જાહેર કરેલ છે. પોરબંદર ગ્રામ્ય વિસ્તાર માં દોડતી એસટી બસ ઘણા સમયથી બંધ કરવામાં આવેલ છે, જેથી ગ્રામ્ય વિસ્તારના મુસાફરો અને અપડાઉન કરતા નોકરિયાત વર્ગને ખુબજ મુશ્કેલી પડી રહી છે. એસટી બસ સમયસર ઉપાડતી હોવાથી મુસાફરો તે સમયે મુસાફરી કરી શકે છે જ્યારે ખાનગી પેસેન્જર વાહનો પેસેન્જર પૂરતા થાય ત્યારે જ ઉપાડતા હોય છે અને ભાડું પણ મન ફાવે તેમ ઉઘરાવવામાં આવી રહ્યું છે, તેમાં પણ ખાસ કરીને રિક્ષાચાલકો બેફામ લૂંટ ચલાવે છે. પોરબંદર થી બગવદર નું એસ.ટી ભાડું લોકલ બસનું ફક્ત 16 રૂપિયા છે જ્યારે રિક્ષાચાલકો 30 થી 40 રૂપિયા વસૂલે છે અને સાંજના સાત વાગ્યા પછી 50 રૂપિયા વસુલે છે. મુસાફરોને બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ફરજિયાત રીક્ષા ચાલકોને ના છૂટકે જે માગે તે ભાડું આપી મુસાફરી કરવી પડે છે. પોરબંદર એસટી વિભાગ ગ્રામ્ય પંથક ના રૂટ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે તેમાં પણ ખાસ કરીને જામ રાવલ, શીશલી,સીમર રોજીવાળા તેમજ હર્ષદ વડાળા વાયા મોઢવાડા સહિતના તમામ રૂટ એસટીને આવક આપતા રૂટ છે. પોરબંદર એસટી વિભાગ દ્વારા આ રૂટ તાકીદે શરૂ કરવામાં આવે તેવું ગ્રામ્ય પંથકના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...