પોરબંદર જિલ્લામાં રાજ્યભરના 60થી વધુ પક્ષીવિદો દ્વારા બે દિવસનીય પક્ષી ગણતરીનું આયોજન કર્યું હતું જેમાં જિલ્લામાં 119 જાતના પક્ષીઓ તથા 3.26 લાખ વોટરબર્ડ નોંધાયા છે. પોરબંદરને સુરખાબી નગરી તરીકે ઓળખવામાં આવે છે. જિલ્લામાં નાનામોટા 250 જેટલા વેટલેન્ડ આવેલા છે. જિલ્લામાં જલપ્લાવીત વિસ્તારોમાં જોવા મળતા પક્ષીઓના અંદાઝ કાર્યક્રમ તા. 12 અને 13 એમ બે દિવસીય માટે વનવિભાગ, બર્ડ કન્ઝર્વેશન સોસાયટી અને ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યભરના 60થી વધુ પક્ષીવિદો ઉપસ્થિત રહ્યા હતા અને આ પક્ષીવિદો સહિતની 15 ટીમ જિલ્લાના 15 વેટલેન્ડ ખાતે એકસાથે પક્ષીઓની ગણતરી કરી હતી. જે પોરબંદરમાં પ્રથમ વખત આ પક્ષી ગણતરીનું આયોજન કર્યું હતું. પક્ષીવિદો દ્વારા વિઝ્યુલ રીતે ગણતરી કરવામાં આવી હતી જેમાં 100 પક્ષીના જૂથનું વિઝ્યુલ રીતે ગણતરી કરી ફેલાયેલા પક્ષીના જૂથનો અંદાજો કાઢી ગણતરી કરી હતી. પક્ષી ગણતરીમાં ડુપ્લિકેશન ન થાય તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાં પક્ષી ગણતરી દરમ્યાન 119 પક્ષીઓ નોંધાયા છે અને 3,26,046 વોટરબર્ડ નોંધાયા છે.
કયા પ્રકારના પક્ષીઓ છે?
ફ્લેમિંગો, કુંજ ઉપરાંત અગત્યના પેલીકન પક્ષી, બ્લેક નેક સ્ટોર્ક પક્ષી, માર્સ હેરિયર પક્ષી, ટર્ન પક્ષી, પોચાર્ડ પક્ષી, ઘણી જાતના વેદર્સ પક્ષી સહિતના પક્ષીઓની પ્રજાતી નોંધાઈ હોવાનું વનવિભાગ અધિકારી દિપક પંડિયાએ જણાવ્યું હતું.
11 ટેલિસ્કોપનો ઉપીયોગ થયો
રાજ્યભર માંથી 60થી વધુ પક્ષીવિદોએ પક્ષી ગણતરી કરી હતી જેમાં 11 ટેલિસ્કોપનો ઉપીયોગ કરવામાં આવ્યો હતો. પક્ષીવિદોએ પક્ષીઓની જીવ સૃષ્ટિ નિહાળી રોમાંચનો અનુભવ કર્યો હતો.
કયા વેટલેન્ડ પર કેટલા પક્ષી નોંધાયા?
વેટલેન્ડ | પક્ષીની સંખ્યા |
મેઢાક્રિક | 91365 |
બરડાસાગર | 49405 |
કુછડી જાવર | 78698 |
મોકરસાગર | 87717 |
અમીપુર | 12165 |
છાયા રણ | 6696 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.