તંત્રને રજૂઆત:પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે 3.20 કરોડના ખર્ચે થનાર કામનું ખાતમુહૂર્ત

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થતો હતો, તંત્રને અનેક વખત રજૂઆત કરાઇ હતી
  • હનુમાન ગુફા પોલીસ ચોકીથી શહિદ ચોક સુધીના માર્ગ પર પણ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી કરાશે

પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટે સુદામા ચોકથી માણેકચોક સુધીના રસ્તા પર સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરીનું તાજેતરમાં ખાત મુહુર્ત કરાયુ હતું અને આજે વધુ એક માર્ગ પર રૂ. 3.20 કરોડના ખર્ચે થનારા સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.

પોરબંદરમાં હનુમાન ગુફા પોલીસ ચોકીથી શહીદ ચોક સુધીના મુખ્ય માર્ગે રોડ પર દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીનો ભરાવો થતો હતો, અને તેનો નિકાલ ન થતો હોવાથી સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ અંગેની રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા દ્વારા નગરપાલિકાના તંત્રને રજુઆત કરવામાં આવી હતી.

જેથી નગરપાલિકા પ્રમુખ શરજુભાઇ કારીયા દ્વારા સ્થાનિક લોકોની સમસ્યાના નિરાકરણ માટે એસવીપી રોડ પર સ્ટ્રોમ વોટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 3.20 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, શહેર ભાજપના પ્રમુખ પંકજભાઈ મજીઠીયા સહિતના અગ્રણીઓએ 3.20 કરોડના ખર્ચે થનાર સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું ખાતમૂહૂર્ત કર્યું હતું. આ કામ પૂરું થયા બાદ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થશે. આમ વધુ એક કામનો આરંભ થતા શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...