ક્રિકેટ ટુર્નામેન્ટ:ખારવા સમાજ દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લેશે, પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

પોરબંદર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લેશે. પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ 10 મે ના રોજ બપોરે ત્રણ કલાકે કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લેશે.

આ ટુર્નામેન્ટમાં સવાર અને સાંજ એમ બે મેચ રમાશે જેમાં કુલ ચાર ટીમ ભાગ લેશે. આ ટુર્નામેન્ટમાં ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, બોટ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઇ પાંજરી, ખારવા સમાજના પંચ પટેલ, ફાઇબર ગ્રુપના હર્ષિત શિયાળ, અશ્વિનભાઈ જુંગી, સંજયભાઈ લોઢારી, નવીબંદરના પ્રમુખ નવિનભાઇ કણકીયા, ભાજપ માછીમાર સેલના વિશાલભાઈ મઢવી, નગરપાલિકા કાઉન્સિલર મનીષભાઈ શિયાળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...