કાર્યવાહી:રાણાવાવ-કુતિયાણામાં 32 ટીમના વીજ દરોડા, સવારથી ગ્રામ્ય વિસ્તારોમાં વીજચેકિંગ

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર જિલ્લાના ગામડાઓમાં થતી વીજચોરીને અટકાવવા માટે PGVCL દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. PGVCL ની રાજકોટની કોર્પોરેટ ઓફીસ દ્વારા વીજચોરીને અટકાવવા માટે રાણાવાવ-કુતિયાણા પંથકના ગામડાઓમાં 32 ટીમોએ એસઆરપી બંદોબસ્ત સાથે સવારથી વીજચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

આજ સવારથી જ બાંટવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં PGVCL ની ટીમો પહોંચી હતી અને વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેને પગલે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. થોડા સમય પહેલા હાથ ધરાયેલા વીજ ચેકિંગમાં 24 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઇ હતી. વીજલોસ ઘટાડવા માટે PGVCL દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ PGVCL કોર્પોરેટ ઓફીસની 24 જેટલી ટીમો મળી કુલ 32 ટીમો દ્વારા આ વીજચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...