તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 124 બેઠકમાં કુલ 340 ફોર્મ ભરાયા હતા જેમાં 315 ફોર્મ માન્ય 25 અમાન્ય કર્યા હતા.જિલ્લા પંચાયત માંથી 1 ફોર્મ, ત્રણેય તાલુકા પંચાયત માંથી 11 ફોર્મ અને પાલિકા માંથી 13 ફોર્મ અમાન્ય થયું છે. આજે ઉમેદવારોને ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આગામી 28 ફેબ્રુઆરીએ યોજાનાર કુલ 124 બેઠક માં 340 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સોમવારે ફોર્મ ચકાસણી કરવામાં આવતા પોરબંદર પાલિકાના 13 વોર્ડની 52 બેઠક પર 151 ઉમેદવારોએ 155 ફોર્મ ભર્યા હતા. જેમાંથી 142 ફોર્મ માન્ય અને 13 ફોર્મ અમાન્ય રહ્યા હતા જ્યારે પોરબંદર તા. પં. ની 22 બેઠકમાં કુલ 56 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
જેમાંથી 55 માન્ય અને 1 અમાન્ય, રાણાવાવ તા. પં.ની 16 બેઠક માં 45 ફોર્મ માંથી 43 માન્ય અને 2 અમાન્ય, કુતિયાણા ની 16 બેઠક માં 42 ફોર્મ માંથી 34 માન્ય 8 ફોર્મ અમાન્ય રહ્યા હતા. અને જિલ્લા પંચાયતની 18 બેઠકો પર 42 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 41 માન્ય અને 1 અમાન્ય રહ્યું હતું. આમ કુલ 124 બેઠક મા 340 ઉમેદવારો માંથી 315ના ફોર્મ માન્ય રહ્યા હતા જ્યારે 25 ફોર્મ અમાન્ય રહ્યા છે. આજે મંગળવારે ઉમેદવારોને ફોર્મ ખેંચવાનો આખરી દિવસ છે.
પાલિકામાં મેન્ડેટ રજૂ ન કરનાર, દારૂના ગુનામાં સજા થઈ હોવાથી ફોર્મ રદ થયા
પાલિકાની બેઠક પર કુલ 13 ફોર્મ અમાન્ય કર્યા છે જેમાં મેન્ડેડ રજૂ ન કરનાર તેમજ ડમી ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. ઉપરાંત વોર્ડ 7મા બસપા ના ઉમેદવાર પર પ્રોહી.એક્ટ હેઠળ સજા થઈ હોવાથી ફોર્મ રદ થયું હતું. જ્યારે વોર્ડ 4મા એક ઉમેદવારે સોગંધનામું ન હોવાથી ફોર્મ રદ થયું હતું. વોર્ડ 11મા બીએસપી ના ઉમેદવાર દરખાસ્ત કરનાર અને ટેકેદાર બીજા વોર્ડના હોવાથી ફોર્મ રદ
થયું હતું.
જિલ્લા પંચાયતમાં ક્યાં કારણોથી 1 ફોર્મ રદ થયું?
જી.પં. ની 4 બળેજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ડમી ફોર્મ ભરતા આ ફોર્મ અમાન્ય રહ્યું હતું.
રાણાવાવ તાલુકા પંચાયત -માં 2 ફોર્મ રદ થવાનું કારણ
રાણાવાવ તા.પં. મા કોંગ્રેસ અને બસપાના ઉમેદવારે ડમી ફોર્મ ભરતા બન્ને ફોર્મ અમાન્ય રહ્યા હતા.
2 બાળકોથી વધુ બાળકો હોવાથી 1 ફોર્મ રદ થયું
પોરબંદર તા.પં. ની 12 માધવપુર1 ના બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવારને 2 બાળકથી વધુ બાળક હોવાથી આ ફોર્મ રદ થયું છે.
કુતિયાણા તા.પં. બેઠક પર 8 ડમી ઉમેદવાર હતા
કુતિયાણા તા.પં. બેઠક પર ભાજપના 5 અને કોંગ્રેસના 3 ઉમેદવારએ ડમી ફોર્મ ભરતા કુલ 8 ફોર્મ રદ થયા હતા.
જાણો ડમી ઉમેદવાર એટલે શું ?
ડમી ઉમેદવાર બેપ્રકારે હોઇ છે. એકને એક ઉમેદવાર એક સીટ ઉપર બે ફોર્મ ભયૃા હોઇ અને બીજા પ્રકારે એકજ પક્ષના બે ઉમેદવારે ફોર્મ ભર્યા હોય જેમાં મુખ્ય ઉમેદવારનું ફોર્મ કોઇ પણ કારણોસર રદ થાય તો એજ પક્ષના બીજા ઉમેદવારે ફોર્મ ભર્યું હોય તે એજ પક્ષ તરફથી લડી શકે. જેથી ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવામાં આવતું હોય છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.