તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના દરોડા:પોરબંદર જિલ્લાના જુદા- જુદા 5 સ્થળ પરથી જુગાર રમતા 31 શખ્સ ઝડપાયા

પોરબંદર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કુલ રૂ. 79,400નો મુદ્દામાલ કબ્જે કર્યો

પોરબંદરના છાંયા ગ્રીનપાર્ક સોસાયટી મા રાજેશગીરી દિલીપગીરી ગોસ્વામીએ પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી, આ મકાનમાં જુગાર રમતા રાજેશગીરી દિલીપગીરી ગૌસ્વામી, રાજુ ઉર્ફે રાજીયો હીરજી ચૌહાણ, પ્રકાશ મનસુખ ધોળકીયા, અમીત ભરત બંગદરીયા અને ધર્મેશ જગદીશ જોષીને ઝડપી લીધા હતા અને કુલ રૂ.24,520નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ ઉપરાંત રાજમહેલ આર.જી.ટી કોલેજ રબારી કેડામા મુકેશ ઉર્ફે સરમણ દેવાયત મોરીએ પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા મુકેશ ઉર્ફે સરમણ દેવાયત મોરી, સંજય ભીખુ મોરી, રવિ હરીશ ગુડીયા રાજુ ઉર્ફે ગાંધી ગીગા ખુંટી અને કરણ કારા મોરી ને ઝડપી પાડી કુલ રૂ.22,260નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે રાણાવાવ ગોપાલપરાથી સ્ટેશન પ્લોટ જતા રસ્તે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા દિવ્યેશ અરજન જોષી, રાહુલ સુરેશ પુરોહિત, લલીત જમન જોષી, સંજય વજુ પુરોહિત, સંદિપ હરસુખ જોષી અને મિલન વિનોદ પુરોહિતને ઝડપી પાડી કુલ રૂ. 16,300નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોરબંદરમાં જુનો કુંભારવાડો શીગડીયા શેરીના નાકે પોલીસે દરોડો પાડી, જાહેરમાં જુગાર રમતા ગીતાબેન સુરેશ નળીયાધારા, દિવ્યાબેન ઉમેશ કુષ્ણવડા, સોનલબેન હરીશ પરમાર, રમાબેન રાજેશ કુષ્ણવડા, મંજુબેન પ્રતાપ દુભરેલા, રંજનબેન પ્રવીણ અસાવલા, વૈશાલીબેન વિનોદ કુષ્ણવડા અને વિધિબેન ભરત દાવડાને ઝડપી કુલ રૂ. 1240 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉપરાંત સીંધપુરગામ પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા લખમણ ઉર્ફે લખુ લાખા કેશવાલા, રામ મોહન ચુડાસમા, કારૂ લાલા ડાભી, મોહન લીલા ચુડાસમા, વિપુલ ઉર્ફે ભદો બાલા રાઠોડ, દેવીબેન મુરૂ કારાવદરા અને સંતોકબેન મેરૂ પરમારને ઝડપી કુલ રૂા.15,080નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...