તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતંગના ભાવમાં વધારો:પોરબંદરમાં પતંગના ભાવમાં 30 થી 35 %નો વધારો

પોરબંદર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કોરોનાની જાગૃતિ વાળી પતંગો આવી - Divya Bhaskar
કોરોનાની જાગૃતિ વાળી પતંગો આવી
 • કાચા રીલનો ભાવ 12 ટકા વધ્યો, બજારમાં રૂપિયા 2 થી માંડીને રૂપિયા 300 સુધીની પતંગો આવી, બજારમાં ખરીદીનો નરમ ગરમ માહોલ

પોરબંદર શહેરમાં પતંગની બજારમાં ખરીદીનો માહોલ નરમ ગરમ જોવા મળી રહ્યો છે. બજારમાં અવનવી ડિઝાઈનની પતંગો આવી છે. આ વખતે પતંગના ભાવોમાં 30 થી 35 ટકાનો ભાવ વધારો તેમજ કાચા રીલમાં રૂપિયા 12 ટકાનો વધારો નોંધાયો છે.

મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજારમાં પતંગ દોરાના વેચાણની શરૂઆત થઈ ચૂકી છે. અવનવી વેરાઈટીઓમાં પતંગો બજારમાં આવી છે. પતંગ ચગાવવા માટે ફિરકીઓ સહિતની ચીજોનું વેચાણ થઈ રહ્યું છે. ગત વર્ષની સરખામણી મા આ વર્ષે પતંગમા 30 થી 35 ટકાનો ભાવ વધારો થયો છે.

જ્યારે પતંગ ચગાવવા ના કાચા રીલમાં પણ 12 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો છે. કપાસમાં ભાવ વધારો થતાં કાચા દોરાના રીલમાં ભાવ વધ્યા હોવાનું વેપારીએ જણાવ્યું હતું. હાલ બજારમાં પતંગ ફિરકીની ખરીદીમાં નરમ ગરમ બજાર જોવા મળે છે. વેપારીએ જણાવ્યું હતું કે અઢી દાયકા પહેલાં તો મકર સંક્રાંતિના 2 માસ પહેલાજ બાળકો અને યુવાનો પતંગ ચગાવવાનું શરૂ કરી દેતા હતા અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જતું હતું. જ્યારે હવે લોકો માત્ર મકરસંક્રાંતિ ના દિવસેજ પતંગ ચગાવે છે. જોકે લોકોનો મકરસંક્રાંતિ નો દિવસ પણ ઉત્સાહ પૂર્વક ઉજવે છે જેથી પતંગ, દોરા, ફીરકી સહિતની ચીજો ઉમંગ પૂર્વક ખરીદે છે. બજારમાં સૌથી નાની 2 રૂપિયાથી માંડીને 300 રૂપિયા સુધીની પતંગો આવી છે.

કોરોનાની જાગૃતિ વાળી પતંગો આવી
કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સામાજિક અંતર જાળવવું અને મોઢે માસ્ક પહેરવું અનિવાર્ય છે ત્યારે વેપારીઓએ આ વખતે કોરોનાની જાગૃતિ ફેલાય તેવા સૂત્રો વાળી પતંગોની ખરીદી કરી બજારમાં વેચાણ માટે મૂકી છે.

5 ફૂટની પતંગ
પોરબંદરની બજારમાં જાલરવાળી, વિવિધ કાર્ટૂન, ફિલ્મી ફોટા વાળી પતંગો તો આવે છે ઉપરાંત ષટકોણ આકારવાળી, પાંચ સળીવાળી, 3ઇંચ થી 5 ફુટ જેવડી મોટી પતંગો આવી છે. જે આકર્ષણનું કેન્દ્ર બનશે.

પતંગની બજારમાં તેજી આવશે : વેપારી
ભલે આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં બે માસ પહેલા પતંગો ચગાવવાનું બંધ થયું હોય પરંતુ મકરસંક્રાંતિના દિવસે લોકો ખૂબ પતંગ ચગાવશે. હાલ પણ લોકો ખરીદી કરી રહ્યા છે. મકરસંક્રાંતિ ના એક અઠવાડિયા પહેલા બજારમાં તેજી જોવા મળશે. આ વખતે કોરોનાને પગલે અન્ય તહેવારોની ઉજવણી થઈ નથી. પરંતુ આ તહેવાર ઘરની છત પર ઉજવવાનો છે એટલે મન મુકીને લોકો ઉજવણી કરશે. > કોટેચા, પતંગના વેપારી, પોરબંદર

નવું શું આવ્યું?
બાળકો અને યુવાવર્ગ અગાસી પર પતંગની મોજ માણતા જો પતંગ કપાઈ જાય બ્યુગલ વગાડી આનંદ વ્યક્ત કરતા હોય છે. બજારમાં નાના મોટા બ્યુગલો, લાઈટ વાળા માન્ય ફાનસ, બાળકો અને યુવાવર્ગ માટે સોલાર કેપ સહિત વિવિધ નવી ચીજો બજારમાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો