તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ કાર્યવાહી:પોરબંદર જિલ્લામાંથી જુગાર રમતા 30 શખ્સ ઝડપાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જુદા- જુદા સ્થળ પરથી કુલ રૂ. 155020 નો મુદ્દામાલ કબજે કર્યો

પોરબંદર જિલ્લામાંથી પોલીસે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડીને જાહેરમાં જુગાર રમતા 30 શખ્સોને ઝડપી લીધા હતા અને આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂ. 155020 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદર શહેરના છાંયા વિસ્તારમાંથી પોલીસે પીન્ટુગર અરૂણગર રામદતી, રામવન ભીખુવન ગૌસ્વામી, અશ્વિનપુરી હેમપુરી પુરી, અરવીંદપુરી પ્રભાતપુરી પુરી, દિલીપગર ભવાનગર મેઘનાથી, દેસુર રાણાભાઇ મુશાળ અને ધીરજગર કાનગર ગૌસ્વામી નામના શખ્સોને રૂ. 25280 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે કે આદિત્યાણા ગામેથી રામ કાનાભાઇ મોઢવાડીયા, જીતેન્દ્ર પરસોતમભાઇ અમૃતિયા, હમીર ગોગનભાઇ મોઢવાડીયા, લખુ ગોગનભાઇ કુછડીયા, દિલીપ નાનજીભાઇ સરવૈયા અને નાથા વિક્રમભાઇ ચૌહાણ નામના શખ્સોને રૂ. 41800 ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જયારે કે રાણાવાવ વિસ્તારના નાગકા પ્લોટ ફોરેસ્ટ ઓફીસ પાસેથી લાલજી દેવશીભાઇ રાઠોડ, રવિ દેવાભાઇ મકવાણા, ભરત પુંજાભાઇ પરમાર, વિનય ગૌતમભાઇ જાદવ, સમસુદીન અલીભાઇ પોપટીયા અને જીતેષ હાજાભાઇ પાંડાવદરા નામના શખ્સોને પોલીસે રૂ. 12500 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે કે પોરબંદરના બોરડી ગામેથી જીતેશ ડાયાભાઇ કંસારા, કીશોર ડાયાભાઇ કંસારા, જીગ્નેશ ભીખુભાઇ ઠકરાર, હબીબ બાબુભાઇ બાપોદરા, હરીશ શામજીભાઇ ગાધેર, રતીલાલ છગનભાઇ રાવત અને કેતન સુરેશભાઇ વાઢેર નામના શખ્સોને પોલીસે રૂ. 72300 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે કે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી નરશી કરસનભાઇ સોનેરી, દિપક શામજી સોનેરી, જીતેન પુંજાભાઇ સોનેરી અને રામજી હરજી ચામડીયાને પોલીસે રૂ. 3140 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ તમામ શખ્સો સાથે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...