ઠગાઇ:યુવકના બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી 3 શખ્સે છેતરપીંડી કરી

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાતંુ ખોલાવવા માટે આપેલા દસ્તાવેજો મારફત ઓનલાઇન રૂ.1000 ઉપાડી લીધાની રાવ

પોરબંદરમાં બેંક ખાતુ ખોલાવવા માટે યુવકે આપેલા દસ્તાવેજોનો દુરઉપયોગ કરીને 3 શખ્સોએ યુવકના બેંક ખાતામાંથી બારોબાર રૂ.1000 ઉપાડી લીધાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર, પોરબંદરના ઝુંડાળા-જીનપ્રેસ પાસે રહેતા કાનાભાઇ જેઠાભાઇ ઓડેદરા નામના યુવકે ફરીયાદ કરી છે કે, જય રાજુ કુબેર, મયુર રણમલ રાણાવાયા અને સ્વપ્નીલ સુરેશ ચીજધર નામના 3 શખ્સોએ ફરીયાદી કાનાભાઇને કેનારા બેંકમાં એક નવું ખાતુ ખોલાવી આપવાનું કહીને કાનાભાઇ પાસેથી જરૂરી દસ્તાવેજો અને રોકડા રૂ.1000 લઇ ગયા હતા અને કેનારા બેંકમાં કાનાભાઇના નામનું ખાતુ ખોલાવી આપીને તેમાં રૂ.1000 જમા કર્યા હતા

બાદમાં આ ત્રણેય શખ્સોએ ફરીયાદી પાસેથી મેળવેલા દસ્તાવેજોનો દુરઉપયોગ કરી, ફરીયાદીની જાણ બહાર આ નવા ખોલાવેલા બેંક ખાતામાંથી ઓનલાઇન રૂ.1000 ઉપાડી લઇને છેતરપીંડી કરી હતી. આ છેતરપીંડીની જાણ ફરીયાદી કાનાભાઇને થતા તેણે ઉક્ત ત્રણેય શખ્સો સામે સાઇબર ક્રાઇમ હેઠળ પોલીસ ફરીયાદ કરી હતી, જેથી પોલીસે ત્રણેય શખ્સો સામે સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી, કાયદેસરની આગળની તપાસ સાઇબર ક્રાઇમ પોલીસ સેલના PI- વી.પી.પરમારે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...