પોરબંદરના મેમણવાડમાં ગત તા. 05-06-2022 ના રોજ રાત્રીના સમયે જૂના મનદુ:ખને લઇને 3 શખ્સોએ 1 આધેડના ઘરે જઇને તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદરના મેમણવાડના શેરી નં. 4 માં રહેતા મહમદઇમ્તિયાઝ ઉર્ફે હાજીડો હારૂનભાઇ સુનીએ પોલીસમાં ફરિયાદ લખાવી છે કે તેના ઘરની પાસે પથ્થરો પડેલા હતા અને આ પથ્થરો પર ઇરફાન અનવર સંઘાર, નજીર ઉમર સુમરા અને ફરાજ ફીરોજખાન પઠાણ નામના ત્રણ શખ્સો બેસતા હતા. 4-5 દિવસ પહેલા આ પથ્થરો પોલીસે હટાવીને સાઇડમાં કરી દીધા હોય જેથી આ ત્રણેય શખ્સોને એમ લાગેલ કે મહમ્દઇમ્તિયાજે પોલીસને કહીને આ પથ્થરો હટાવડાવ્યા છે.
જે અંગેનું મનદુ:ખ રાખીને આ ત્રણેય શખ્સ્એ ગત તા. 05-06 ના રોજ તેમના ઘરે જઇને જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઘરના ઓટલાની ટાઇલ્સ તોડી નાખીને બહાર પાર્ક કરેલ મોટરસાયકલને પણ ધક્કો મારીને પછાડી દઇને નુકશાન કર્યું હતું. આ અંગે પોલીસમાં જાણ કરાતા પોલીસે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના PSI એમ. બી. કરાવદરાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.