પોરબંદર જિલ્લાના ભેટકડી ગામે વૃક્ષ કાપવાના મનદુ:ખને લઇને 1 આધેડ પર 3 શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો અને તેને ઇજાઓ કરતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભેટકડી ગામની સીમમાં રહેતા રાજુભાઇ છગનભાઇ મોઢવાડિયા નામના આધેડને આજથી વીસેક દિવસ પહેલા રામ ઉર્ફે કબડીયો કારાભાઇ ખુંટી, હાજા રામ ખુંટી અને વિક્રમ રામભાઇ ખુંટી નામના શખ્સોએ તેની વાડી પાસે આવેલ વેકરાના કાંઠે વૃક્ષો કાપવાનું કહેતા રાજુભાઇની દિકરીના લગ્ન લંડન ખાતે હોય અને તેઓ તેની ખરીદીમાં રોકાયેલ હોય તેમણે આ વૃક્ષો કપાવેલ ન હતા.
જે બાબતનું મનદુ:ખ રાખીને રામ, હાજા અને વિક્રમે રાજુભાઇને લાકડીઓ વડે હુમલો કરીને માર માર્યો હતો અને ભુંડી ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે આ ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધીને વધુ તપાસ બગવદર પોલીસ સ્ટેશનના હે.કો. એલ. ડી. સીસોદીયાએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.