તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:પોરબંદર જિલ્લામાં 597 ટેસ્ટમાંથી 3 દર્દી પોઝિટીવ

પોરબંદરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિવીલ આઇસોલેશનમાં વધુ એક દર્દીનું મોત

પોરબંદરમાં વધુ 3 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આઇસોલેશન વોર્ડમાં વધુ એક દર્દીનું સારવાર દરમ્યાન મોત થતા આંકડો 50એ પહોંચ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના અંગેના કુલ 597 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી પોરબંદર શહેરમાં 3 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં વોરાવાડ વિસ્તારમાં રહેતો 18 વર્ષીય યુવાન, બિરલા કોલોની માં રહેતા 58 વર્ષીય આધેડ અને કડીયાપ્લોટ વિસ્તારમાં રહેતા 78 વર્ષીય વૃદ્ધાનો સમાવેશ થાય છે. આમ જિલ્લાનો કોરોના પોઝિટિવ આંકડો 556એ પહોંચ્યો છે જ્યારે સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ એક દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું હતું આમ જિલ્લાનો કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુનો આંકડો 50એ પહોંચ્યો છે. હાલ 21 કેસ એક્ટિવ છે. કુલ 27371 ટેસ્ટ થયા છે અને અત્યાર સુધીમાં 462 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...