• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • 3 Patients Including A 2 year old Girl Are Corona Positive In The District, 1 Patient Has Been Discharged, 15 Cases Are Active In The District.

કોરોના અપડેટ:જિલ્લામાં 2 વર્ષની બાળકી સહિત 3 દર્દી કોરોના પોઝિટીવ, 1 દર્દી ડિસ્ચાર્જ થયો, જિલ્લામાં 15 કેસ એક્ટિવ

પોરબંદર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરાનાના કેસની સંખ્યામાં થયો વધારો

પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. 1 દર્દી ડિસ્ચાર્જ થયો છે. હાલ જિલ્લામાં 15 કેસ એક્ટિવ છે. પોરબંદર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 758 વ્યક્તિઓના કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવતા 3 દર્દીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, જેમાં બખરલા ગામ માંથી 2 વર્ષીય બાળકી, દોલતગઢ વાડી વિસ્તાર માંથી 50 વર્ષીય આધેડ અને પોરબંદરના વેકુડી વિસ્તાર માંથી 60 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 4086એ પહોંચ્યો છે. 1 દર્દી સાજો થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જિલ્લામાં ડિસ્ચાર્જ દર્દીનો કુલ આંકડો 3932એ પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 15 કેસ એક્ટિવ છે જેમાંથી 2 દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે જ્યારે 13 દર્દી હોમ આઇસોલેટ થયા છે. અત્યાર સુધીમાં કુલ 384335 ટેસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...