મારામારી:ભાવપરા ગામે થયેલ મારામારીના ગુનાના વધુ 3 આરોપીઓ ઝડપાયા

બગવદર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 માંથી 5 આરોપીઓને પોલીસે અગાઉ ઝડપી લીધા હતા

પોરબંદર તાલુકાના ભાવપરા ગામે અઠવાડિયા પહેલા થયેલ મારામારીના બનાવના 8 માંથી 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને બાકી રહેતા ત્રણ આરોપીઓને પણ પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવની વિગત એવી છે કે ભાવપરા ગામે અઠવાડિયા પહેલાં ફરિયાદી સવદાસ ઉર્ફે નિર્મલ કારાભાઇ ગોઢાણિયા નામના યુવાને બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં જણાવેલ કે તેઓ તેમજ સાહેદ પુંજા ઉર્ફે પ્રતાપ સવદાસ ગોઢાણિયા તેમજ સુભાષ લખમણ ઓડેદરા ભાવપરા ગામે દાણવા દાદાના મંદિર પાસે બેઠા હતા

ત્યારે આરોપીઓ ચાર મોટરસાયકલ લઈ આવેલ અને ફરિયાદીને જણાવેલ કે તમો અમારી ખાણોનું શૂટિંગ કરો છો તેમ જણાવી ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ભૂંડી ગાળો બોલી, લોખંડના પાઇપ, લાકડીયો અને લોખંડની સાકરથી ઢોર માર મારેલ અને ત્યાંથી બળજબરીથી મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરી હરસુખભાઇની ખાણે લઈ જઇ ફરીથી ફરિયાદી તેમજ સાહેદોને માર મારી હાથ પગ તેમજ વાંસામા ઇજાઓ કરેલ. જેથી ફરિયાદીએ 8 આરોપી વિરુદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં બગવદર પોલીસ સ્ટેશનના PSI એચ. સી.ગોહિલે ગણતરીના દિવસોમાં જ પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા અને બાકીના ત્રણ આરોપીઓ નાસતા ફરતા હતા જેમાં નારણ માંડા મોરી, રવિ કિસા મુછાળ અને રાજા કરસન મોરી નામના આ ત્રણે આરોપીઓને બગવદર પોલીસ સ્ટેશનના PSI હરદેવસિંહ ગોહિલે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...