પોરબંદર જિલ્લાના રીણાવાડા ગામના પાટીયા પાસે અજયભાઇ ભરતભાઇ ઓડેદરાએ પોતાની વાડીની બહાર રસ્તા પર વંડી પાસે ધુળની પાળ બનાવેલ હતી જે અંગેનું મનદુ:ખ રાખીને કુછડી ગામના બોઘા ગીગા કુછડીયા, મુળુ બોઘા કુછડીયા, ભરત બોઘા કુછડીયા, રાંભીબેન બોઘા કુછડીયા, ભાનુબેન ભરતભાઇ કુછડીયાએ સાથે મળીને ટ્રેકટરમાં બેસીને ધુળ ભરવા આવ્યા હતા ત્યારે અજયભાઇ તથા સાહેદોએ ધુળ ભરવાની ના પાડતા ભરત બોઘા કુછડીયાએ એકદમ ઉશ્કેરાઇ જઇને અજયભાઇને પાવડાથી માર માર્યો હતો તથા સાહેદ શાંતિબેનને તેમજ સાહેદ વિજયને મુંઢ ઇજાઓ કરી હતી. બાદમાં આ તમામ લોકોએ તમારાથી થાય તે કરી લેજો અને હવે ધુળ નાખતા નહી તેવી ધમકીઓ આપીને ગાળો કાઢી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.