તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેજબાની:માધવપુર નજીક દરિયાઈ પટ્ટીમાં 3 સિંહ દેખાયા, પશુનું મારણ કર્યું

માધવપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
જંગલવિસ્તારમાં બે પશુઓના મારણ કરી વનરાજે મિજબાની માણી હતી. - Divya Bhaskar
જંગલવિસ્તારમાં બે પશુઓના મારણ કરી વનરાજે મિજબાની માણી હતી.
  • ધોળા દિવસે પશુનું મારણ કર્યું હોવાથી લોકોમાં ભય ફેલાયો

પોરબંદરના માધવપુર નજીક દરિયાઈ પટ્ટીમા 3 સિંહે દેખા દીધા હતા. અને ધોળા દિવસે પશુનું મારણ કર્યું હોવાથી લોકોમાં ભય સેવાયો હતો. અગાઉ પણ માધવપુરમાં ધોળા દિવસે ગામમાં સિંહ આવી પહોંચ્યો હતો. જેથી ગ્રામજનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે વધુ એક વખત છેલ્લા ચાર દિવસથી માધવપુર થી આંત્રોલી તરફ જતા દરિયાઇ પટ્ટીના જંગલ વિસ્તારમાં સિંહે દેખા દીધા છે. અને બે પશુઓના મારણ કર્યા છે ત્યારે માધવપુર નજીક જંગલ વિસ્તારમાં ધોળા દિવસે પશુનું મારણ કર્યું હતું. અને જંગલનો રાજા સિંહ મિજબાની માણીરહ્યો હોવાના દ્રશ્યો સર્જાયા હતા.

આમ ધોળા દિવસે સિંહે દેખા દીધા હોવાના કારણે સ્થાનિકોમાં પણ ભય સેવાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન લોકો વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોય અને ગામમાંથી વાડી તરફ જતા હોય ઉપરાંત રાત્રીના સમય દરમ્યાન ખેતરમાં પાકનું રખોપું કરવું અને ખેડૂતોના ખેતરમાં પિયતનું પાણી વારવું સહિતની કામગીરી ખેડૂત કરતા હોય ત્યારે સિંહે દેખા દીધા હોવાના કારણે સ્થાનિકોમાં ભય સેવાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો