પોરબંદર શહેરમાં જુદી- જુદી જગ્યા પર પોલીસે દરોડો પાડી મહિલા સહિત વિલાયતી દારૂ સાથે 3 શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોરબંદરના નટવરસિંહજી કલબ પાસેથી પોલીસે ગઇકાલે સાંજના સમયે દિપેન મનસુખલાલ રૂઘાણી અને દિપક નાથાલાલ સોલંકી નામના શખ્સોને વિલાયતી દારૂની 3 બોટલ તથા બિયરની 2 બોટલો મળી કુલ રૂ. 1100 સાથે ઝડપી લીધા હતા. પોલીસે તેમની આગવી ઢબે પુછપરછ કરતા આ દારૂ તેમણે ખારવા વનિતાબેન મસાણી પાસેથી લીધો હોવાનું કબુલતા પોલીસે આ મહિલાની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે પોલીસે તમામ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ કમલાબાગ પોલીસ સ્ટેશનના ASI જી. એમ. ડાભીએ હાથ ધરી છે. પોરબંદર શહેરના પોલીસે સીતારામ નગરમાં રામેશ્વર મહાદેવ મંદિરની સામેની ગલીમાં રહેતા વનીતાબેન રમેશભાઇ મસાણી નામના મહિલાના ઘર પર ગઇકાલે રાત્રીના સમયે રેઇડ કરી હતી. આ રેઇડ દરમિયાન પોલીસે આ મહિલાના ઘરમાંથી વિલાયતી દારૂની 2 બોટલો અને એક બોટલમાંથી 50 એમએલ. જેટલો વિલાયતી દારૂ મળી આવ્યો હતો. જેની બજાર કિંમત રૂ. 1650 જેટલી થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.