તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:બરડા પંથકની જીવાદોરી સમાન મેઢાક્રીક ડેમનાં 3 દરવાજા ખોલાયા

પોરબંદર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળું પાકના પિયત માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું

પોરબંદર જીલ્લાના બરડા પંથકમાં આવેલા મેઢાક્રીક ડેમ ગત ચોમાસા દરમ્યાન આ ડેમ એકથી વધુ વખત ઓવરફ્લો થયો હતો. પોરબંદરના બરડા પંથકના ગામડાઓ માટે આ ડેમ જીવાદોરી સમાન છે. આ ડેમ સાથે જોડાયેલી કેનાલો બરડાના અનેક ગામડાઓમાંથી પસાર થાય છે અને ખેડુતોને પીવાનુ અને સિંચાઇનું પાણી પૂરી પાડે છે.

બરડાના મીંયાણી ગામ નજીક આવેલા મેઢાક્રીક ડેમમાંથી ઉનાળુ પાક માટે કેનાલ મારફત પાણી છોડવા આ ડેમના ૩ દરવાજા ખોલવામાં આવ્યા હતા. બરડા પંથકના ખેડુતો ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ પાકના પિયત માટે આ ડેમના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ગત ચોમાસામાં એકથી વધુ વખત છલકાઇ ગયેલા આ મેઢાક્રીક ડેમના પાણીથી આ વિસ્તારના ખેડુતોએ ચોમાસુ પાક તથા શિયાળુ પાક સારા એવા પ્રમાણમાં મેળવ્યો હતો અને હવે તંત્ર દ્વારા ઉનાળુ પાકના પિયત માટે કેનાલો મારફત આ ડેમના પાણી છોડવામાં આવતા બરડાના ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ખેડુતો આ પાણીની મદદથી પોતાના ખેતરોમાં ચોરી, તલ, બાજરો, વગેરે જેવા ઉનાળું પાકોનું વાવેતર કરીને રોજી રળશે. આમ પોરબંદર પંથકના જીવાદોરી સમાન મેઢાક્રીક ડેમમાંથી કેનાલો મારફત પાણી છોડવામાં આવતા સ્થાનિક ખેડુતો ગેલમાં આવી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...