અવિરત મેઘધારા:પોરબંદર જિલ્લાના 3 ડેમ ઓવરફ્લો

પોરબંદર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોરઠી ડેમ ઓવરફ્લો - Divya Bhaskar
સોરઠી ડેમ ઓવરફ્લો

રાણાવાવ નજીક આવેલ ફોદાળા ડેમ પોરબંદર ને પીવાનું પાણી પૂરું પાડે છે, આ ડેમ ની કેપેસિટી 780 MCFT છે. ભારે વરસાદને પગલે આ ડેમ 24 કલાકમાં 40 ટકા પાણીની આવક થતા આ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી આ ચાલુ વર્ષે પીવાના પાણીની સમસ્યા નહિ રહે. મિયાણી ગામ નજીક આવેલ મેઢાક્રિક ડેમ ની કેપેસિટી 1730 MCFT પાણી ની છે, જેમાં ગઈકાલે રાત્રે વરસાદી પાણીની આવક થતા આ ડેમ પણ ઓવરફ્લો થયો છે. જ્યારે સોરઠી ડેમ માં પાણીની કેપેસિટી 298 MCFT છે જેમાં વરસાદી પાણીની આવક થતા આ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપરાંત રાણાવાવ નજીકના ખંભાળા ડેમ માં પાણીની કેપેસિટી 500 MCFT ની છે, જેમાં 24 કલાક દરમ્યાન 150 MCFT પાણીની આવક થતા આ ડેમમાં કુલ 300 MCFT પાણી ભરાઈ ગયું છે, તેમજ કુતિયાણા પંથક માં આવેલ કલીન્દી ડેમમાં પાણીની કેપેસિટી 255.25 MCFT ની છે, જેમાં 44 ટકા પાણીની આવક એટલેકે 114.31 MCFT પાણીની આવક થઈ છે.

સોરઠી ડેમ ઓવરફ્લો
પોરબંદરનાં બરડા પંથકમાં ભારે વરસાદ પડ્યો છે અને ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદ પડયો હોવાના કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા સોરઠી ડેમ છલોછલ ભરાયો છે.

મેઢાક્રીક ડેમ ઓવરફ્લો
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હોય અને ખંભાળિયા સહિત બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડયો હોવાના કારણે આ વિસ્તારમાં ઉપરવાસનું વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં આવ્યું છે. જેથી મિયાની નજીક આવેલ  મેઢાક્રીક ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થયો હોવાના કારણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી.

ફોદાળા ડેમ ઓવરફલો
રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામ પાસે આવેલ ફોદાળા ડેમ ઓવરફલો થવાની શક્યતા છે. તાલુકાના બિલેશ્વર, હનુમાનગઢ, આશીયાપાટ, કાઢીયાનેશ, સાજણાવાળાનેશ, ખીરસરા, નેરાણા, જાંબુ, કેરાળા, પાદરડી, બાપોદર નીચાણવાળા ગામ લોકોએ નદીના પટમાં અવર જવર કરવો નહીં. ખંભાળા ડેમ 26.6 ફૂટ ભરાયો છે. 

અન્ય સમાચારો પણ છે...