પોરબંદરમાં દારૂબંધી માત્ર નામની:જિલ્લામાં 24 કલાકમાં દારૂ અંગેના 3 કેસ નોંધાયા

પોરબંદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 શખ્સ નશો કરેલી હાલતમાં ઝડપાયા

પોરબંદર જિલ્લામાં દારૂનું દુષણ વધ્યું છે ત્યારે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના માત્ર 3 કેસ નોંધાયા છે. પોરબંદરમાં દારૂનું દુષણ વધ્યું છે. દારૂની બદી દૂર કરવા પોલીસે કમર કસવી જોઈએ અને આરોપી દારૂ ક્યાંથી લાવ્યા તેના મૂળ સુધી પહોંચી દારૂનું દુષણ ડામવું જોઈએ તેવી ગાંધીવાદી લોકોની માંગ છે ત્યારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દારૂ અંગેના માત્ર 3 કેસ નોંધવામાં આવ્યા છે.

જેમાં કુતિયાણા માંથી 1 શખ્સ અને પોરબંદર માંથી 1 શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવ્યો હતો જ્યારે પોરબંદરના ઇન્દીરાનગર વિસ્તારમાંથી 1 મહિલાના મકાનેથી 4 લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા દારૂનું દુષણ ડામવા લાલ આંખ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...