કાર્યવાહી:સિમાણીમાં સરપંચ પર હુમલાના 3 આરોપી ઝડપાયા, 1 આરોપીની શોધખોળ હાથ ધરાઇ

બગવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પોરબંદર તાલુકાના સીમાણી ગામે સરપંચ પર 4 શખ્સોએ હુમલો કરતા સરપંચ ઈજાગ્રસ્ત બનતા પોરબંદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સીમાણી ગામે ગત ડિસેમ્બર 2021 એટલે કે એક વર્ષ પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલ હતી જેમાં સરપંચ તરીકે સીમાણી ગામના વિજયભાઈ જેસાભાઇ સુંડાવદરા અને દિલીપ લાખા ઓડેદરા આ બન્ને સરપંચ પદના દાવેદાર હતા.

જેમાં વિજયભાઈ સુંડાવદરાની પેનલ વિજેતા થતા વિજયભાઈએ સરપંચ પદ ગ્રહણ કરેલ જેથી આ મનદુઃખમાં તા. 11 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે ગામના ચોકમાં દિલીપ લાખા ઓડેદરા તેમજ ભરત અરભમ મોઢવાડિયા અને અજાણ્યા 2 શખ્સો સાથે મળી સરપંચ પર ચાકુ અને લોખંડના પાઇપ વડે હુમલો કરી બાઇક પરથી પછાડી ઈજાઓ પહોચાડી હતી અને પોલીસમાં ફરિયાદ કરીશ તો પતાવી દઈશું તેવી ધમકી આપી કારમાં નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત વિજયભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ બગવદર પોલીસ સ્ટેશનના પીપીએસઆઈ એ.બી. દેસાઈએ ચલાવી આરોપીઓની શોધખોળ હાથ ધરતા ગઈકાલે સાંજે ગોઢાણા ચેકપોસ્ટ પાસેથી આરોપી દિલીપ લાખા ઓડેદરા,ભરત અરભમ મોઢવાડિયા, જગદીશ લાખા ડોકલને ઝડપી લઇ અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરેલ છે. આ બનાવમાં વપરાયેલ કાર નં.GJ11 S 3621 પણ કબ્જે કરી અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...