હત્યારો:ફટાણા ગામે યુવાનની હત્યા કરનાર 3 આરોપી ઝડપાયા, કૌટુંબિક સંબંધીએ જમીન મુદ્દે યુવાનની હત્યા નિપજાવી હતી

બગવદર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર તાલુકાના ફટાણા ગામે વાડી વિસ્તારમાં 2 દિવસ પહેલા બપોરના સમયે રાજુ ઉર્ફે રાજા રામ ઓડેદરા નામનો યુવાન પાણી વાડતો હતો તે દરમ્યાન માલદે લુણા ઓડેદરા તથા તેના 2 પુત્ર ખીમા અને બાલુ કૌટુંબીક સબંધી એ રાજુને જમીન વેચાણના ડખ્ખા માં મનદુઃખ રાખી તિક્ષ્ણ હથિયાર વડે માર મારી રાજુની હત્યા નિપજાવી હતી અને વચ્ચે પડેલ તેના પિતા અને ફઈ ને પણ ઈંજાઓ પહોંચાડી શખ્સો નાશી છૂટ્યા હતા, પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે, અને એલસીબી પીઆઇ દવે, પીએસઆઇ એચ.એન.ચુડાસમા, બગવદર પીએસઆઇ ડી.કે.ઝાલા, એસઓજી સ્ટાફ સહિતનાઓએ બાતમી ના આધારે વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ફટાણા ગામના રામાપીર દુવારા નજીક થી ઝડપી લીધા હતા. 

અન્ય સમાચારો પણ છે...