પોલીસ હરકતમાં:જિલ્લામાં 24 કલાકમાં દારૂ અંગેના 28 ગુન્હા નોંધાયા

પોરબંદર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશો કરેલી​​​​​​​ હાલતમાં 8 શખ્સો મળી આવ્યા, 20 સ્થળેથી દેશી દારૂ ઝડપાયો

જિલ્લામાં 24 કલાકમાં દારૂ અંગેના 28 ગુન્હા નોંધાયા છે. પોરબંદર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂની વેચાણ થઈ રહ્યું છે. જિલ્લાભરમાં દારૂનું દુષણ ડામવા પોલીસ હરકતમાં આવી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લાભર માંથી 28 જેટલા દારૂ અંગેના ગુન્હા નોંધવામાં આવ્યા છે.

જેમાંથી 8 શખ્સો નશો કરેલી હાલતમાં મળી આવ્યા છે તેમજ 20 સ્થળોએ દેશીદારૂ મળી આવ્યો છે જેમાં કુલ 90 લીટર દેશીદારૂ અને 60 લીટર દેશીદારૂનો આથો મળી આવ્યો હતો. હાલ પણ સુભાષનગર, ઝુંડાળા, મિલપરા, ખારવાવાડના વિવિધ વિસ્તારોમા દારૂનું દુષણ વધ્યું છે. ત્યારે પોલીસ દ્વારા રાત્રીના સમયે વધુ પેટ્રોલિંગ કરી આ સ્થળોએથી દારૂની બદી દૂર કરવામાં આવે તેવી પણ માંગ પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...