પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે 27 ટન ડુંગળીની ખરીદી કરાઈ છે.વરસાદની આગાહીના પગલે બે દિવસ ખરીદી બંધ રાખ્યા બાદ ફરીથી શુભારંભ કરાયો છે. પોરબંદર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ડુંગળીના પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. અને ડુંગળીના પાકનું વાવેતર કર્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ડુંગળીના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરાઈ હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. ગત તારીખ 9 માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખાનગી એજન્સીઓ મારફત ડુંગળીના પાકની ખરીદીનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે.
ખાસ કરીને પોરબંદર જિલ્લાના રાણાવાવ સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં પુષ્કળ પ્રમાણમાં ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે ત્યારે ટેકાના ભાવે ડુંગળીની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હોવાથી ખેડૂતોને પણ પરવડે તે મુજબ ડુંગળીના પાકના ભાવ મળી રહેશે. સરકારે નક્કી કરેલ કોલેટી મુજબ ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ગત તારીખ નવ માર્ચથી શરૂ થયેલ ખરીદી વરસાદની આગાહીના પગલે મુલત્વી રાખવામાં આવી હતી.
કારણ કે વરસાદી માવઠાના કારણે ડુંગળીના પાકને નુકસાન ન પહોંચે તેવા આશયથી ડુંગળીની ખરીદી બંધ રખાઈ હતી. ત્યારે અત્યાર સુધી વાત કરવામાં આવે તો જિલ્લામાં 27 ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી છે. અને હાલ માવઠાની કોઈ અસર થઈ નથી, ત્યારે ફરીથી રાબેતા મુજબ ડુંગળીના પાકની ખરીદી કરવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
રજીસ્ટ્રેશન કરાવેલ 175 ખેડૂતોમાંથી 60 ખેડૂતોના સેમ્પલની ચકાસણી કરાઈ
સરકારે નક્કી કરેલ એજન્સીઓ દ્વારા ખેડૂતોની ડુંગળીની ખરીદી કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ટેકાના ભાવે ડુંગળીના વેચાણ માટે જિલ્લાના અંદાજે 175 જેટલા ખેડૂતોએ ફોનથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી એજન્સી ટિમ ડુંગળીની કોલેટીની ચકાસણી માટે સ્થળ ઉપર પહોંચે છે, ત્યારે સ્થળ પર પહોચી અને સેમ્પલ મંગાવી 60 જેટલા ખેડૂતોના ડુંગળીના પાકનો સર્વે કરાયો છે, જે હવે ખરીદી કરાશે તેવું જણાવ્યું હતું.
અંદાજે 1000 ટન ડુંગળીની ટેકાના ભાવે ખરીદી કરાશે
પોરબંદર જિલ્લામાં ડુંગળીના પાકનું દર વર્ષની જેમ આ વર્ષે વાવેતર થયું છે ત્યારે પોણા બચ્ચો જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે ડુંગળીના વેચાણ માટે રજીસ્ટેશન કરાવ્યું છે. ડુંગળીના પાકના સેમ્પલની ચકાસણી કર્યા બાદ ખરીદી કરાઈ રહી છે, અંદાજે 1000 ટન જેટલી ડુંગળીની ખરીદી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.