માધવપુર ખાતે આગામી તા. 30 માર્ચથી તા. 3 એપ્રિલ સુધી યોજાનાર ભવ્ય લોકમેળાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ મિટિંગમાં માધવપુર લોકમેળા કાર્યક્રમના યોગ્ય સંચાલન માટે તથા વહીવટી સરળતા ખાતર અધિકારીઓના અધ્યક્ષ સ્થાને જુદી જુદી 27 સમિતિઓની રચના કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા માધવપુર ખાતે દર વર્ષે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી મહાનુભાવો, કલાકારો તથા કારીગરો આવીને જુદા જુદા પ્રદેશોની સંસ્કૃતિને ઉજાગર કરવાની સાથે કારીગરો આર્થિક ઉપાર્જન પણ કરતા હોય છે.
ત્યારે આગામી સમયમાં યોજાનાર માધવપુરના લોકમેળામાં કાર્યક્રમનું યોગ્ય સંચાલન થઈ શકે તે માટે જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં ઓવરઓલ સુપરવિઝન સમિતિ, સુરક્ષા, વીજ પુરવઠા વ્યવસ્થાપન, સફાઈ, સમિતિ, આરોગ્ય વ્યવસ્થાપન સહિતની સમિતિઓની રચના કરી અધિકારીઓ કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે. બેઠકમાં જિલ્લા શર્માએ જરૂરી માર્ગદર્શન આપવાની સાથે અધિકારીઓના મંતવ્યો પણ જાણ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.