તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરનો સંપૂર્ણ વિકાસ ક્યારે થશે ?:પોરબંદરમાં પેવરબ્લોક અને ડામર રોડના 26 % કામો પૂર્ણ, શહેરી વિકાસ યોજના હેઠળ 6 કરોડથી વધુના કામો બાકી

પોરબંદર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
આંતરીક રસ્તાઓ અને ગલીઓમાં વિકાસના કામો શરૂ થયા - Divya Bhaskar
આંતરીક રસ્તાઓ અને ગલીઓમાં વિકાસના કામો શરૂ થયા
 • આંતરીક રસ્તાઓ અને ગલીઓમાં વિકાસના કામો શરૂ થયા

પોરબંદર શહેરની આંતરિક ગલીઓ તથા રોડ ઉપર પેવરબ્લોક પાથરવા અને ડામર રોડ કરવાના કામો ધમધમી રહ્યા છે અને શહેરી વિકાસ અંતર્ગત રાજ્યની સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ કરાતા આવા પેવરબ્લોક અને ડામર રોડના ૨૬% જેટલા કામો પૂર્ણ કરાયા છે અને હજુ રૂ.૬ કરોડથી વધુના કામો પ્રગતિમાં છે. પરંતુ પોરબંદરનો સંપૂર્ણ વિકાસ ક્યારે થશે એ સવાલ પણ શહેરીજનોમાં ઉઠવા પામ્યો છે.

ગુજરાતના શહેરી વિસ્તારોના સર્વાંગીક વિકાસ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાના સશકિતકરણની આગવી પહેલરૂપે ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ રાજ્ય સરકાર દ્રારા અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યની ૭ મહાનગરપાલિકાઓ અને ૧૫૯ નગરપાલિકાઓના વહીવટને લોક-કેન્દ્રીત, સક્ષમ અને સુચારૂં બનાવવા માટે રાજ્ય સરકારે ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ જેવી આ મહત્વકાંક્ષી યોજના હેઠળ કુલ રૂપિયા ૭ હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવેલ છે, જે અંતર્ગત રાજ્યની દરેક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને આ પૈકી કુલ રૂ.૫૬૨ કરોડની પ્રથમ હપ્તાની ગ્રાંટ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મારફત ફાળવવામાં આવેલ છે. જે અંતર્ગત પોરબંદર શહેરના આંતરિક રસ્તાઓ અને ગલીઓમાં પેવરબ્લોક પાથરવાના તથા ડામર રોડ બનાવવાના કામો પોરબંદર પાલિકા તંત્ર મારફત કરવામાં આવી રહ્યા છે. યોજના અંતર્ગત શહેરમાં પેવરબ્લોક અને ડામર રોડ બનાવવાના કુલ રૂ.37.87 કરોડના વિકાસના કામો પૈકીના 26 % કામો પૂર્ણ કરાયા છે હજુ રૂ.6.59 કરોડના કામો પ્રગતિમાં છે.

શું કહે છે અધિકારી ?
પોરબંદર શહેરમાં ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત પેવરબ્લોક પાથરવાના અને ડામર રોડ બનાવવાના વિકાસ કામો પૈકી 26 % કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને બાકી રહેતા કામો અંદાજીત આવતા ૬ માસ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. - હેમતભાઇ પટેલ, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો